BREAKING

રાણપુર ગ્રામ પંચાયતમાં ડીઝલના અભાવે વાહનો પડ્યા બંધ.


બોટાદ જીલ્લાના રાણપુરમાં ગ્રામ પંચાયતના વાહનોમાં ૮ દિવસથી ડીઝલ નથી જેથી તમામ વાહનો હાલ બંધ પડ્યા છે.પંચાયતના વાહનોમાં ડીઝલ ન હોવાના કારણે વાહનો બંધ થતા રાણપુરના અનેક વિસ્તારોમાં કચરા ના અને ગંદકી ના ખડકલા થયા છે જેના કારણે રોગચાળો  ફેલાય તો  જવાબદાર કોણ તેવુ ગામલોકો કહી રહ્યા છે.



બોટાદ જિલ્લાનું રાણપુર તાલુકા કક્ષા નું ગામ છે અને આ ગામ આશરે ૨૫૦૦૦ હજાર આસપાસ વસ્તી ધરાવતુ ગામ છે અને ગામનો વહીવટ ગ્રામ પંચાયત કરે છે.રાણપુર ગ્રામ પંચાયતના સરકારી વાહનોમાં આશરે ૮ દિવસથી ડીઝલ નથી અને ડીઝલ ન હોવાના કારણે રાણપુર ગ્રામ પંચાયતના સરકારી વાહનો ધુળ ખાય છે જેમાં રીક્ષા.લોડર.ટ્રેક્ટર.ઈલેક્ટ્રીક વિભાગની રીક્ષા સહીતના વાહનો ૮ દિવસથી ડીઝલ ન હોવાના કારણે બંધ હાલતમાં પડ્યા છે, આ તમામ વાહનો રાણપુરમાં સફાઈ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે પણ વાહનોમાં ડીઝલ ન હોવાના કારણે હાલ રાણપુરના તમામ રસ્તા તેમજ શેરીઓ કચરો તેમજ ગંદકીથી ખદબદી રહી છે.ઈલેક્ટ્રીક કામ માટેની રીક્ષા માં ડીઝલ ન હોવાના કારણે રાણપુર ના કેટલાક વિસ્તારોમાં લાઈટ બંધ થવાને કારણે અંધારપટ છવાઈ ગયેલો છે.જ્યારે પંચાયતના વહીવટી શાખાના કર્મચારી પણ રજા ઉપર ઉતરી જતા રાણપુરની પરીસ્થીતી વધુ ગંભીર બનતી જાય છે આઠ-આઠ દીવસથી રાણપુરમાં ઠેર-ઠેર ગંદકીના ઢગલા જોવા મળે છે જેના કારણે રાણપુરના લોકોનું આરોગ્ય જોખમ માં મુકાયુ છે.અને રોગચાળો ફાટી નિકળવાની શક્યતા સેવાઇ રહી છે.જ્યારે વધુ માં મળતી માહીતી મુજબ હાલ રાણપુરમાં ગંદકીને કારણે ડેન્ગ્યુ તેમજ વાયરસ ઇન્ફેક્શનના કેસોમાં દીવસે દીવસે વધારો થતો જાય છે.જ્યારે રાણપુર ગ્રામ પંચાયતના ચુંટાયેલા સભ્યો પણ હાલના વહીવટ થી કંટાળી ગયા છે અને તેઓ પણ કહી રહ્યા છે કે ગ્રામ પંચાયતમાં અમારૂ કોઈ સાંભળતુ નથી અને પંચાયતના સરકારી વાહનોમાં ડીઝલ ન હોવાને કારણે તમામ વિસ્તારોમાં ગંદકીના ઢગલા ખડકાય ગયા છે તે કેવી રીતે હટાવવા આ આઠ દીવસથી ડીઝલના વાગે ગંદકીએ માજા મુકતા રાણપુરના લોકો માં ભારે રોષ ફેલાયો છે.જ્યારે આ અંગે રાણપુર ના લોકો કહી રહ્યા છે કે જો રોગચારો ફેલાય તો જવાબદાર કોણ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો