સુરતમાં વધુ એક આગની ઘટના સામે આવી છે, શહેરના રિંગરોડ વિસ્તારમાં આવેલ મિલેનિયન માકેટ બે માં ગ્રાઉન્ડ ફલોર પર આગ લાગી હતી.પરતું આગ લાગતા આગના ધુમાડાઓ છેક ઉપર પાંચ માળ સુધી જઈ રહ્યા હતા. સુરત ફાયર વીભાગને જ્યારે સમગ્ર મામલે જાણ થઈ ત્યારે ફાયર વિભાગની ચાર ગાડીઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી હતી. ફાયર વીભાગની ટીમે આવતાની સાથે પહેલા માકેટમો પાવર સપ્લાય બંધ કર્યા કારણકે આગ પ્રસરે તો વધું નુકશાન થઈ શકવાની સંભવના હતા. જોકે ફાયર વિભાગે કલાકોની જહેમત બાદ આગ કાબૂમાં લીધી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી મિલેનિયમ માર્કેટ બે માં આગની ઘટના બનતાં રીતસર નાસભાગના દ્રશ્યો સર્જાયા. ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે લાગેલી આગની જ્વાળાઓ પાંચમા માલ સુધી પ્રસરતા માર્કેટમાં હાજર સો કોઈના જીવ પણ ટાળવે ચોંટી ગયા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો