BREAKING

સમગ્ર દેશમાં ભાવનગર સ્વચ્છતામાં ૩૩ માં ક્રમે, પરંતુ વાસ્તવિકતા કઈક જુદી.





સ્વચ્છ શહેરોમાં સમગ્ર દેશમાં ભાવનગર મહાનગરપાલિકાએ ૩૩ મો કમાંક પ્રાપ્ત કર્યો છે પરંતુ ભાવનગરના રાણીકા વિસ્તારના લોકો એ સવાલ પૂછી રહ્યા છે કે આ ક્રમ આપ્યો કોણે ? અને કઈ રીતે આપ્યો ? ખરેખર ભાવનગરની આંતરીયાળ સોસાયટીમાં સરકારી બાબુઓ આવી ને જુવે તો તેમને સ્વચ્છ ભાવનગર થી કઈક અલગ ભાવનગર ના દર્શન થશે.

હાલમાં જ દેશભરમાં દેશમાં ૫૦૦ શહેરોમાંના સવેક્ષણમાં સ્વચ્છ શહેરોમાં ભાવનગર મહાનગરપાલિકા એ દેશભરમાં ૩૩ કમાંક અને દસ લાખ સુધીની વસ્તી ધરાવતા શહેરોમાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને તેનો ભાવનગર મહાનગરપાલિકાના સતાધીશો દ્વારા ભારે રંગેચંગે ઉજવણી કરવામાં આવી પરંતુ આ વાત થઈ માત્ર કાગળ પરની, વાસ્તવિક પરિસ્થિતિ કઈક જુદી છે, હજુ થોડા દિવસ પહેલા જ મીડિયા દ્વારા શહેરના કણબીવાડ વિસ્તારમાં ફેલાયેલ મચ્છરજન્ય રોગચાળા  અંગે આહેવાલો પ્રચારિત કર્યા હતા, જ્યારે આજે શહેરના રાણીકા વિસ્તારના લોકો ની રાવ ને પગલે મીડિયાની ટીમે મુલાકાત લેતા વાસ્તવિક પરીસ્થિતિ ના દર્શન થયા હતા.

રાણીકા વિસ્તારમાં છેલ્લા ૧૫ થી ૨૦ વર્ષ થી રોડ અંગે ની લોકો ની માંગ હતી જેને લઈને આ વિસ્તારમાં માત્ર એક જ શેરીમાં પાકો રોડ કરવામાં આવી રહ્યો છે પરંતુ આ રોડ લોકોની સુવિધા ને બદલે દુવિધા વધારી રહ્યો છે, રોડ બનતા મનપા દ્વારા આજુબાજુના વિસ્તારોમાં મોટા ખાડાઓ કરી નાખ્યા અને પાણી અને નળ ની લાઈનો તોડી નાખતા ત્યાં કાદવ કીચડ ના થર જામ્યા છે. આટલુજ નહી આહી થી પસાર થતા હજારો લોકોને નર્ક માંથી પસાર થતા હોય તેવો ભાસ થાય છે જ્યારે અહી વસવાટ કરતા લોકો તોબા પોકારી ઉઠ્યા છે.થોડા દિવસો બાદ પવિત્ર રમઝાન માસ શરુ થાય છે ત્યારે આ વિસ્તારમાં મોટાભાગે મુસ્લિમ લોકો રહેતા હોય છે અને રમઝાન માસમાં આવી ગદકી માંથી પસાર થઈ ને લોકોને મસ્જીદે જવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે,

રોડના કામથી કાદવ કીચડ થો જામ્યા જ છે પરંતુ આહી નોઈ વર્ષો જુનો પ્રશ્ન છે ગંદકીવાડાનો, આહી જે ખાલી પડતર જગ્યા પડી છે તે જગ્યામાં મોટામોટા ગદ્કીના અને કચરાનાઢગલા જામ્યા છે, ભાવનગર ને બિન ફ્રી સીટી બનાવી અને આખા શહેર માંથી કચરાપેટીઓ ઉપાડી તો લેવામાં આવી પરંતુ સ્થાનિક કચરો ઉપડવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, જો કે આ વિસ્તારમાં મનપાના સફાઈ કર્મચારીઓ જ આજુબાજુના વિસ્તારો માંથી સફાઈ કરી અને અહી કચરો ઠાલવી જતા હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા થઈ રહ્યો છે. અને જો સ્થાનિકો દ્વારા આ સફાઈ કામદારોને રોકવામાં આવે તો ઉલટા ચોર કોટવાલ કજો દાટે જેવી પરિસ્થિતિ ઉભી થાય છે.

વર્ષોથી આ ગદકી અને કચરાના ઢગલાથી પીડાતી અણી ની પ્રજા હવે ગળે આવી ગયા હોય તેમ તેમનો રોષ સામે આવ્યો હતો, અહીના મહિલાઓ તેમજ પુરુષો દ્વારા અનેકવાર મનપા કચેરી જઈને લેખિત તેમજ મૌખિક રજુઅતો કરવા છતાં પણ સ્થાનિક તંત્ર કે સ્થાનિક નગરસેવક કે ધારસભ્ય કોઈ પણ આજ દિન સુધી આહી ફરક્યું નથી, ગંદકીના કારણે અહી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે અને ચિકનગુનિયા તેમજ મલેરિયા જેવા રોગો તો જોવા મળી રહ્યા છે, ત્યારે માત્ર મત લેવા જ આવતા પ્રજાના કહેવાતા સેવકો ક્યારેક લોકોના પ્રશ્નો સાંભળવા પણ આવે તેવો રોષ લોકોમાં જોવા મળી રહ્યો છે, અનેક રજુઆતો છતાં પણ તંત્ર ધ્યાન ન દેતા હવે મીડિયાના કેમેરા સામે લોકો ગંદકી અને કચરો દુર કરવા આજીજી કરી રહ્યા છે.

ત્યારે સવાલ એ ઉઠે છે કે માત્ર કાગળ પર સફાઈ માં નંબરો મેળવવા અને કાગળ પર જ સફાઈ દેખાડવી એ જ સાચું સ્વચ્છતા અભિયાન છે કે ખરેખર લોકોના પ્રશ્નો ને સાંભળી તેમના વિસ્તારોમાં સ્વચ્છતા કરી શહેર ને ખરા અર્થમાં સ્વચ્છ અને સુઘડ બનાવીને સત્યના પુજારી એવા મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન ને સાર્થક કરીએ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો