અમર થવાની ઈચ્છા દરેક
મનુષ્યમાં હોય છે જો કે આ ઈચ્છા ક્યારેય કોઈની પૂર્ણ થઈ નથી પરંતુ આજના આધુનિક
વિજ્ઞાન ના યુગમાં અંગોનું દાન આપી કોઈના જીવનમાં પ્રકાશ ફેલાવી અમર થઇ શકાય છે,
આવા બે કિસ્સા હમણા હમણાં ભાવનગરમાં જોવા મળ્યા હતા, જો કે મોદી પરિવારના સભ્યોએ
આજે દાદાની પગદડી પર ચાલીને પૌત્ર ના જન્મ દિવસે આખા પરિવારે દેહદાન અને ચક્ષુદાન
કરીને સમાજને એક નવો રાહ ચીધ્યો છે.
મૃત્યુ બાદ આપણા અંગો
કોઈના શરીર માં જીવિત રહે તે એક અમરતત્વ જ કહી શકાય અને આજના સમાજમાં આ નિર્યણખુબજ
આગત્ય નો બની ગયો છે.સમય ની સાથે આ દિશામાં લોકો ધીમે ધીમે લોકો આગળ વધી રહ્યા
છે.તાજેતરમાં જ ગ્રીન કોરીડોર કરી ભાવનગર ના બે વ્યક્તિઓ ના અંગે ને પ્લેન મારફતે
જુદાજુદા લોકોમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા, ભાવનગર એનું ગૌરવ લઈ શકે છે ત્યારે
આજે એક પરિવાર દ્વારા પોતાના પિતાએ આજથી એક વર્ષ પહેલા પોતાનું દેહદાન અંગે સંકલ્પ
કરેલ, ૨૫ વર્ષ પેહલા ગોંડલ થી ભાવનગર રહેવા આવેલા ઘનશ્યામભાઈ મોદી કે જેઓ ગારીયાધાર
નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરકજ બજાવતા રીટાયર્ડ થયેલ અને જેનું ગત જાન્યુઆરી
૨૦૧૬ માં તેમનું મૃત્યુ થતા તેમના પરિવાર દ્વારા તેમની દેહદાન કરવામાં આવ્યું
હતું, જેના પગલે આજે તેમનો પરિવાર ચાલ્યો અને ૧૦ વર્ષ ના પૌત્ર ના જન્મ દિવસે
સમગ્ર પરિવારે દેહદાન અને ચક્ષુદાન કરવાનો નિર્ણય લીધો હતો,
આજે તારીખ ૨૫ ડીસેમ્બર
ના રોજ સ્વ.ઘનશ્યામભાઈ મોદી ના પૌત્ર ઋષભ નો જન્મ દિવસ હોય અને ૧૦ વર્ષના ઋષભ દાદા
નો લાડકવાયો હોય દાદા ના સંસ્કાર પૌત્ર પર ઉતર્યા હોય ઋષભ જન્મ દિવસે ઘનશ્યામભાઈ મોદીના
પત્ની સુનંદાબેન, પુત્ર ગૌરાંગભાઈ, પુત્રવધુ સંગીતાબેન તેમજ દાદા નો લાડકવાયો ઋષભ
સહીત સમગ્ર પરિવારે દેહદાન અને ચક્ષુદાન
કરી પુત્રના જન્મ દિવસ ની ઉજવણી કરી હતી, આ સમગ્ર કાર્યક્રમ ભાવનગર ના ઇન્ડિયન
રેડક્રોસ સોસાયટી માં યોજાયો, તેમના આ દેહદાન ના સંકલ્પ સમયે દાદા ને યાદ કરતા
સમગ્ર પરિવાર અને રેડક્રોસ ના સભ્યો ની આંખો નમ બની ગઈ હતી.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો