BREAKING

સ્વસ્તિક આર્કેટ માં તસ્કરો ત્રાટક્યા : ૧ લાખ ૮૫ હજાર ની ચોરી

ભાવનગર શહેરમાં ચોરીના વધી રહેલા બનાવો આમ જનતા માટે ચિંતાનો વિષય બન્યો છે.ત્યારે આજે  સિદસર રોડ લીલા સર્કલ પાસે આવેલ સ્વસ્તિક આર્કેડના રહેણાંકી મકાનમાંથી ધોળા દિવસે મકાનના તાળા તોડી રોકડ, દાગીનાની ચોરી થયાની ફરિયાદ ભાવનગર પોલીસ મથકમાં નોંધાઈ છે.
બનાવની મળતી વિગત મુજબ, શહેરના સિદસર રોડ લીલા સર્કલ, સ્વસ્તિક આર્કેડ બ્લોક નં.૧૦રમાં રહેતા હર્ષદભાઈ પ્રહલાદભાઈ પટેલ જેઓ સવારે ૧૧ વાગે એલઆઈસીનું પ્રિમિયમ ભરવા ગયા હતા અને તેમના પત્ની સીવણના ક્લાસમાં ગયા હતા તે દરમ્યાન કોઈ અજાણ્યા તસ્કરોએ મકાનના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશી કબાટમાં રાખેલા સોના-ચાંદીના દાગીના કિ.રૂા.૧ લાખ ૩૪ હજાર અને રોકડા ૯ હજાર મળી કુલ ૧ લાખ ૪૩ હજારની ચોરી કરી નાસી છુટયા હતા. બાદ હર્ષદભાઈ પટેલના પત્ની ઘરે આવી જોતા ઘરનો દરવાજો ખુલ્લો જોઈ હર્ષદભાઈને ફોન કરી જાણ કરી હતી કે તમે દરવાજો બંધ કરવાનું ભુલી ગયા છો તેમ જણાવતા તુરંત હર્ષદભાઈ પોતાના ઘરે પહોંચી ઘરમાં તપાસ કરતા ચોરી થયાનું માલુમ પડતા તુરંત ભરતનગર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ ચોરીના બનાવ અંગે હર્ષદભાઈની ફરિયાદ નોંધી વધુ તપાસ પી.આઈ. જી.બી. બાંભણીયા ચલાવી રહ્યાં છે.
અત્રે ઉલ્લખનિય છે કે, સ્વસ્તિક આર્કેડમાં રપ૦ બ્લોક છે. ૧૩ વીંગના આ બિલ્ડીંગમાં એક પણ સીસીટીવી કેમેરા નથી. જેની વારંવાર સ્થાનિકો દ્વારા બિલ્ડરને ફરિયાદ કરવા છતાં બિલ્ડરે આ બાબતને ગણકારી ન હતી અને આ બિલ્ડીંગમાં માત્ર એક જ સિક્યુરીટી ગાર્ડ રખાયો છે. જેથી બિલ્ડીંગમાં રહેતા રહિશોમાં રોષ ફેલાયો છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો