BREAKING

ભાવનગર સર.ટી હોસ્પીટલના ડોકટરો છ કલાક ની હડતાલ પર.


ભાવનગર બ્યુરો

સરકારી હોસ્પીટલમાં ડોકટરો પર હુમલાની વારંવાર ઘટનાઓ બની રહી છે ત્યારે સરકાર દ્વારા માત્ર કાગળ પર કાયદાઓ ઘડી નાખવામાં આવ્યા છે પરંતુ તેની અમલવારી કારવામાં આવતી ત્યારે આવી ઘટનાઓ અવિરત ચાલુ રહી છે મહારાષ્ટના પણ આવી ઘટના બની છે અને ત્યાં પણ પાંચ દિવસ થી હડતાળ ચાલી રહી છે જેને સમર્થન આપવા આજે ભાવનગર સર.ટી હોસ્પીટલના રેસિડેન્શિયલ ડોકટરો છ કલાક ની હડતાલ પર ઉતરી ગયા છે.

દેશભરમાં સરકારી હોસ્પીટલમાં રહી અને તબીબી સેવાઓ આપતા કે તબીબી અભ્યાસ કરતા ડોકટરો પર દર્દીના સગાઓ દ્વારા હુમલાઓ કરવામાં આવી રહ્યા ની ઘટનાઓ સતત બની રહી છે, તાજેતરમાં મહારાષ્ટ્રમાં એક સરકારી હોસ્પીટલમાં ઓર્થોપેડિક ડોક્ટરને દર્દીના સગાઓ દ્વારા ઘાતકી હુમલો કરતા ડોક્ટરને ગંભીર ઈજાઓ થઈ છે છે જેને લઈને ત્યાના તમામ ડોકટરો છેલ્લા પાંચ દિવસ થી હડતાળ પર ઉતરી ગયા છે આમ છતાં પર સરકાર દ્વારા આવા હુમલાખોરો પર કોઇપણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી, આ ઉપરાંત ભાવનગર માં પણ આવી અનેક ઘટનાઓ બની છે અને આવા આરોપીઓ સામે કોઈ પણ પ્રકારના કડક પગલા લેવામાં આવ્યા નથી ત્યારે આવી ઘટનાઓ ભવિષ્યમાં ના બને તે માટે આજે ભાવનગર ના સર.ટી હોસ્પિટલ ના રેસિડેન્શિયલ ડોકટરો છ કલાક ની હડતાલ પર એટલે કે આજ રાત સુધી હડતાલ પર ઉતરી ગયા છે અને આગામી સમયમાં જો સરકાર દ્વારા આવા ઇસમો સામે પગલા લેવામાં નહી આવે તો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જવાની ચીમકી આપી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો