BREAKING

તળાજા મહુવા હાઇવે પર બોરડા નજીક અકસ્માત, બે ના મોત

તસ્વીર- મથુર ચૌહાણ બોરડા

ભાવનગર જીલ્લાના માગો છેલ્લા ચાર પાંચ દિવસ થી ગોજારા સાબિત થઈ રહ્યા છે હજુ ગઈકાલે બુધેલ નજીક એક સાયકલ સવારને અડફેટે લેતા મોત નીપજ્યું હતું ત્યારે આજે વધુ એક અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા છે.
તળાજા મહુવા હાઈવે પર આજે વેહલી સવારન સમયે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક પર સવાર બન્ને વ્યક્તિના મોત નીપજ્યા હતા, અકસ્માત એટલો ગંભીર હતો કે તેમાં ટ્રકે બાઈકનો બુકડો બોલાવી દીધો હતો, આ અકસ્માતમાં બાઈક પર સવાર રોજીયા ગામના જનકસિંહ  સરવૈયા અને યુવરાજસિંહ સરવૈયા ના મોત નીપજ્યા હતા. આ અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી જઈ કાર્યવાહી હાથ ધરી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો