તસ્વીર સૌજન્ય-મિલિંદ શાહ
ભાવનગર બ્યુરો.
30.સપ્ટેમ્બ.17
અસત્ય પર સત્યનો વિજય એટલે દશેરા .આજના આ ખાસ દિવસે ભાવનગર ગરાસિયા સમાજ દ્વારા પરંપરાગત રીતે દશેરા પર્વે સમાજ ભવન નવાપરા ખાતે શસ્ત્રપુજન કાર્યક્રમ યોજવામાં આવેલ છે.આ કાર્યક્રમમાં ભાવનગર નેક નામદાર મહારાજા કુમાર શિવભદ્રસિંહજી ગોહિલ–યુવરાજ જયવીરરાજસિંહ–રાજેન્દ્રસિંહ રાણા તેમજ શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ તથા ગરાસીયા સમાજના આગેવાનો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ થી શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું .
જગતજનની માતા ભવાનીની બે બહેનપણીનું નામ જયા-વિજયા છે. જેમાંથી એક નામ પર વિજયાદશમીનો ઉત્સવ મનાવાય છે. આજના દિવસે શસ્ત્ર દ્વારા દેશની સીમાઓની રક્ષા કરનારાઓ કે કોઇપણ કાર્ય માટે શસ્ત્રનો ઉપયોગ કરનાર માટે આ દિવસ અતિ મહત્વપુર્ણ હોય છે. આ દિવસે દરેક પોતાનાં શસ્ત્રનું પૂજન કરે છે કારણ કે આ શસ્ત્ર જે તેમના પ્રાણોની રક્ષા કરે છે પણ તે સાથે તેમના ભરણ- પોષણ અને ગુજરાન પણ ચલાવે છે. આથી આ લોકો શસ્ત્રોમાં જ દેવીનો વાસ માનીને તેમનું પૂજન કરે છે. શસ્ત્રપૂજન પાછળ એવો ભાવ હોય છે કે દેવી અમારા પ્રાણોની રક્ષા કરે અને આ અસ્ત્રથી પોતાને શત્રુઓથી બચાવે.ત્યારે આજના આ દિવસે ભાવનગર ગરાસીયા સમાજ દ્વારા પરંપરાગત રીતે નવાપરા ખાતે આવેલ સમાજની વાડીમાં એકઠા થઇ ને સામુહિક શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.જેમાં કુલગોર દ્વારા વિધિવત શસ્ત્રને જળ છાંટીને તેને પવિત્ર કરી તેમજ મહાકાળી સ્તોત્રનો પાઠ કરી તેના પર કંકુ, હળદરનું તિલક લગાડીને હાર- ફૂલથી શ્રૃંગાર ચઢાવીને ધુપ – દીવો બતાવીને તેનો મીઠો ભોગ લગાડી શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને નેક નામદાર મહારાજા કુમાર શિવભદ્રસિંહજી ગોહિલ, સમાજ ના અગ્રણી અને રાજકીય નેતા પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા-ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ તેમજ સમાજ ના તમામ અગ્રણીઓ અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા,આ તકે શક્તિસિંહ ગોહિલે દેશવાસીઓ ને દશેરા પર્વની શુભકામના પાઠવી હતી તેમજ આગામી ચુંટણી પર્વમાં પણ અનિષ્ટો નો નાશ થાય અને ઇષ્ટ નો વિજય થાય તેવી આશા વ્યક્ત કરી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો