BREAKING

બોટાદના વ્યાપારી યુવાનને હનિટ્રેપમાં ફસાવી પાંચ લાખની ખંડણી માંગતી “ માહિ ગેંગ “ ને ઝડપી પાડતી બોટાદ પોલીસ

અહેવાલ-રઘુવીર મકવાણા

ગઇ તા. ૨૪/૧૨/૨૦૧૯ ના રોજ બોટાદ શહેરના વ્યાપારી યુવાન અને પાળીયાદ રોડ ઉપર  દુકાન ધરાવી ચશ્માનો ધંધો કરતા યુવકને માહી તેમજ અન્ય ઇસમોએ મળી પ્રેમ જાળમાં ફસાવી પુર્વ આયોજીત કાવતરું કરીને અપહરણ કરી ગેર કાયદેસર અટકાયત કરી મારી નાખવાની ધમકી આપી છરી બતાવી રૂ. ૨૦,૦૦૦/- એ.ટી.એમ માંથી ઉપાડાવી તેમજ અશ્વિલ ફોટા પાડી રૂપિયા ૫,૦૦ ૦૦૦/- ની ખંડણી માંગેલ.જો કે વેપારી યુવાને બોટાદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હાની ગંભીતા ધ્યાને લઇ આ ગુન્હાના આરોપીઓને પકડી પાડવા નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાજદિપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ બોટાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર આર.બી.કરમટીયા તથા એલ.સી.બી પોલીસ ઇન્સપેકટર ટી.એસ.રીઝવી તથા એસ.ઓ.જી પોલીસ ઇન્સપેકટર એચ.આર.ગોસ્વામી તથા પોલીસ સબ ઇન્સપેકટર એમ.જે.સાગઠીયા તથા સ્ટાફના માણસો સાથે મળી વ્યાપારી યુવાનને હનિટ્રેપમાં ફસાવનારને આરોપીઓ :- (૧) માહિ ઉર્ફે નીધી ઉર્ફે નયના વા/ઓ પ્રવીણભાઇ સરવૈયા રહે. મુળ ગામ સાંકરડી તા.જી. બોટાદ હાલ સુરત, (૨) પ્રકાશ ઉર્ફે પોપટ રમેશભાઇ ચૌહાણ રે.બોટાદ ખોડીયાર નગર-૧ હરભોલે સોસાયટી,(૩) વિજયભાઇ નાનજીભાઇ ચૌહાણ રહે.બોટાદ વિજય સોસાયટી ખારામાં,(૪) પ્રદિપ ઉર્ફે પલ્લુ હરજીભાઇ વાળારહે.બોટાદ વિજય સોસાયટી ખારામાં, (૫) હસમુખભાઇ ઘનશ્યામભાઇ શેખ રહે. ચારેય બોટાદ, (૬) આનંદ ઉર્ફે હાંડો ગોબરભાઇ બારૈયા રહે. બોટાદ ખોડીયાર નગર-૧,(૭) મુન્નાભાઇ રામકુભાઇ માલા રે.સાકરડી તા.જી.બોટાદ, (૮)  જય ભરવાડ રહે.રંઘોળા તા.ઉમરાળા જી.ભાવનગર હાલ રહે.સુરત,(૯) યોગી ગેસ્ટ હાઉસ- ૨ ના મેનેજર જાદવભાઇ કરશનભાઇ બાંભણીયા રહે.બોટાદને ઝડપી લાઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

આ ગુના માં સંડોવાયેલી માહિ ઉર્ફે નિધી ઉર્ફે નયના પ્રવિણભાઇ સરવૈયા વિરૂધ્ધમાં પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો કલમ ૩૦૨ મુજબ ખુનનો ગુંન્હો નોંધાયેલ છે. (૨) આરોપી પ્રકાશ ઉફે પોપટ રમેશભાઇ ચૌહાણ વિરૂધ્ધમાં બોટાદ પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુંન્હો નોંધાયેલ છે.

આ ગેંગની મોડેસ ઓપરેન્ડી એ પ્રકરની રહેતી કે યુવતી માહિ નામથી અજાણ્યા નંબરથી સિલેક્ટેડ યુવાનોને ફોન કરી પોતાની પ્રેમ જાળમાં ફસાવી જે તે નિશ્વિત જગ્યાએ લઇ જઇ પકડી અન્ય મિત્રો દ્વારા પકડાઇ જઇ બંન્નેના મોબાઇલમાં અશ્વિલ ફોટા અને વિડીયો બનાવી વાયરલ નહિ કરવાના બહાને મોટી રકમની ખંડણી માંગવ માંગતા.  આવા અથવા તો અન્ય બીજા કોઇથી તમામ જનતાને બોટાદ પોલીસ દ્વારા સાવચેત રહેવા અને ખોટા પ્રલોભનોમાં નહિ ફસાવા ખાસ અપીલ કરવામાં આવે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો