તસ્વીર-વિશાલ રાઠોડ
ભાવનગર સહિત દેશભરમાં પેટ્રોલના ભાવ સતક પુરૂ કરતા અને મોંઘવારી અને ભાવ વધારા માટે સરકારને જવાબદાર ઠેરવી શુભેચ્છા આપી આતાશબાજી અને પેંડા વિતરણ કરી ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. કોંગ્રેસના આગેવાનોએ નરેન્દ્ર મોદી કટઆઉટ બનાવી ફુલહાર કરી શુભેચ્છા પાઠવવાનો કાર્યક્રમ કરાયો હતો.જો કે ઘોઘાગેઈટ ચોક ખાતે કોંગ્રેસના કાર્યકરો મોદીના કટઆઉટનું ફુલહાર કરી સન્માન કરે તે પુર્વે જ પોલીસ દ્વારા કટઆઉટ ઝુટવી લેવામાં આવ્યા હતું. જ્યારે ભાવ વધારા સામે મહિલા કોંગ્રેસના આગેવાનોએ થાળીઓ અને તેલના ખાલી ડબ્બા વગાડી દેખાવો યોજ્યા હતા. જ્યારે કેટલાક કાર્યકરો દ્વારા આતશબાજી અને પેંડા વિતરણ કરી દેખાવો કરતા હતા, જોકે દેખાવો કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને તમામને ગંગાજળીયા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો