મહિલા સામખ્ય ગુજરાત એ રાજ્યના શિક્ષણ વિભાગ હેઠળ ચાલતો મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ છે,જે ગ્રામ્ય સ્તરે અતિ છેવાડાના બહેનો અને કિશોરીઓ સાથે શિક્ષણ,સંગઠન અને સમાનતાનું કામ કાર્ય કરે છે,ત્યારે ઘોઘા તાલુકાના સાણોદર અને સારવદર ગામે મહિલા સામખ્ય ભાવનગર દ્વારા ૨૦૦ જેટલા રોપાઓનું વિતરણ કર્યું હતું
જિલ્લા સંકલન અધિકારી ઇલાબેન ગોસાઈના માર્ગદર્શન હેઠળ સી.આર.પી નિમિષાબેન જોશી અને જે.આર.પી દીપાલીબેન ત્રિવેદી દ્વારા તાલુકા સ્તરની નર્સરીઓ પરથી રોપાઓ મેળવી સાણોદર અને સારવદર ગામોમાં બહેનોને ઘરે-ઘરે,જાહેર સ્થળો પર તેમજ વાડી વિસ્તાર સુધી રોપાઓ પહોંચાડી બહેનોને પર્યાવરણના મુદ્દે જાગૃત અને પ્રોત્સાહિત કર્યા હતા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો