BREAKING

માંડવી પ્રકરણે રાજકારણ ગરમાયું, આખરે મનસુખ માંડવીયાએ પ્રેસને સંબોધી.




રાજ્યભર ના બહુચર્ચિત માંડવી રેપ વિથ મર્ડર ની ઘટના માં આજે ૨૪ દિવસ વીતી જવા છતાં તેના સાચા આરોપી હજુ પકડ માં નથી આવ્યા ત્યારે આજે કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા દ્વારા એસપી તથા માંડવી ના સરપંચ ને સાથે રાખી ને એક પ્રેસ કોન્ફરન્સ સમ્ભોધી હતી જેમાં પોલીસતંત્ર દ્વારા આ પુરતી તપાસ કરી રહ્યું છે અને શંકાસ્પદ લોકો ના લાઈવ ડીટેક્ટીવટેસ્ટ પણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આજે કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા ભાવનગર ના પ્રવાસે છે છે ત્યારે માંડવી ની રેપ વિથ મર્ડર ની ઘટના ને લઇ ને ગામ ના સરપંચ સહીત ના લોકો મનસુખ માંડવીયા ને મળ્યા હતા .આ તકે જીલ્લા પોલીસવડા પણ હાજર રહ્યા હતા .જે અનુસંધાને એક પ્રેસ કોન્ફરન્સ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મનસુખ માંડવીયા એ જણાવ્યું હતું કે આ એક ગંભીર બનાવ બન્યો છે અને જેમાં સરકાર દ્વારા તમામ પ્રકારે તપાસ ના આદેશ કરવામાં આવ્યા છે અને જેમાં હાલ જે વ્યક્તિ ને પકડવામાં આવ્યો મચે તેમજ પોલીસ ને જે વ્યક્તિ પણ શંકા છે તે તમામ ના લાઇવ ડીટેક્ટીવટેસ્ટ કરવામાં આવશે જે સાચા આરોપીઓ છે તેને ઝડપી પડી કડક માં કડક સજા કરવામાં આવશે.

આ તકે માંડવી ગામેથી સરપંચ તથા વિવિધ સમાજ ના અગ્રણીઓ આજે આ બનાવ ને લઇ ને કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા ને મળવા આવી પહોચ્યા હતા જેમાં તમામ લોકો એ પણ આ બનાવ માં જે પ્રમાણે તપાસ કરવામાં આવી રહી છે તેને લઇ ને સંતોષ અનુભવ્યો છે અને એક વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી દિવસો માં લાઈવ ડીટેક્ટી ટેસ્ટ બાદ આ બનાવ ના સાચા આરોપી ઝડપી લેવામાં આવશે .તેમને એ પણ જણાવ્યું કે આ બનાવ માં હાલ એક વ્યક્તિ ને ઝડપી લેવામાં આવ્યો છે પરંતુ આ બનાવ માં એક વ્યક્તિ દ્વારા આવું કૃત્ય થઇ શકે જ નહિ અને તેમાં વધુ વ્યક્તિઓ સામેલ છે જેથી અમારા ગામ ની ઈજ્જત માટે આ બનાવ ના મૂળ સુધી તંત્ર પહોચે અને દોષિતો ને કડક સજા કરવામાં આવે તેવી અમારી માંગ છે .

આ બનાવ માં ચાલી રહેલી તપાસ અંગે જીલ્લા પોલીસવડા દીપાંકર ત્રિવેદી એ જણાવ્યું હતું કે આ બનાવ માં એફ.એસ.એલ ની પણ મદદ લેવામાં આવી રહી છે અને અનેક સેમ્પલો ને એફ.એસ.એલ ની લેબોરેટરી માં ના રીપોર્ટ મોકલી આપવામાં આવ્યા છે .આ બનાવ એ સૌથી વધુ ગંભીર બનાવ છે અને તેમાં લાગેલી કલમો ૩૦૨ અને ૩૭૬ એ સૌથી ગંભીર કલમો છે ત્યારે આ બનાવ માં સોમવારે કોર્ટ માંથી લાઈવ ડીટેક્ટીવ ટેસ્ટ અંગે ની મંજુરી લઇ ને ત્યાર બાદ શંકાસ્પદ લોકો ના લાઈવ ડીટેક્ટીવ ટેસ્ટ કરી તેમજ એફ.એસ.એલ અને ડી.એન.એ ટેસ્ટ ના રીપોર્ટ ના આધારે આરોપીઓ ને ઝડપી લેવામાં આવશે .

આ બનાવ માં ઘણી બાબતો વિચાર કરવા મજબુર કરે તેવી છે .જેમાં ૧૮ દિવસ સુધી ઝડપ થી તપાસ ના થવી.રાજકીય પક્ષો અને પાટીદાર જૂથો ના માંડવી પહોચ્યા બાદ તપાસ માં ઝડપ આવી.જીલ્લા પોલીસ વડા એ એક પ્રેસ કોન્ફરન્સ માં પાટીદારો ની ચીમકી ના પગલે એવું કીધું કે કોઈ દબાણ ને વશ થઇ ને કામ નહિ કરવામાં આવે તો આ લાઈવ ડીટેક્ટીવ ટેસ્ટ એ કોઈ નું દબાણ છે કે પછી હવે પોલીસ સાચી દીશા માં તપાસ માં લાગી છે ?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો