BREAKING

છોકરા પકડી જતી ગેંગ સક્રિય થઈ...!!!! જુવો જાણો અને પછી કોઈ પગલું ભરો

જીએન ન્યુઝ સ્પેશિયલ આર્ટિકલ

-માત્ર સોશ્યલ મીડિયાની અફવા પર ધ્યાન ન આપો તથ્ય જાણો......

હાલ સોશ્યલ મીડિયાના છોકરા પકળવવાની ગેંગ સક્રિય થઈ છે તેવી પોસ્ટનો એકધારો મારો ચાલી રહ્યો છે.મોટાભાગના ગ્રુપમાં આવા મેસેજ અને વિડિઓ આવી રહ્યા છે. ક્યાં ક્યાં થી વિડિઓ ગ્રુપમાં ફરી રહ્યા છે. તે સાચા છે કે ખોટા તેની પુષ્ટિ કર્યા વિના જ  લોકો શેર કરી રહ્યા છે અને અફવાઓનું બજાર ગરમ થઇ ગયું છે, હવે પરિસ્થિતિ એવી ઉભી થઇ છે કે કે ગામા કે શેરી મહોલ્લા માં કોઈ નવો ફેરિયો આવ્યો હોય, કોઈ અજાણ્યો માણસ આવ્યો હોય એટલે લોકો કાંઈ જોયા જાણ્યા વિના કાયદો હાથ માં લઇ ને આવા વ્યક્તિ ને માર મારતા હોય છે,વળી તેનો વિડિઓ બનાવી સોશ્યલ મીડિયામાં વહેતો કરે અને નીચે લખાણ કરે કે ફલાણા ફલાણા ગામા છોકરા ઉપાડી જતી ગેંગ નો માણસ પકડાયો......આજ વિડિઓ ફરતો ફરતો રોદ્ર સ્વરૂપ ધારણ કરે છે , અરે ભાઈ જરા કાંઈક વીચારો જુવો તો ખરા, શા માટે આવી અફવાઓ વેગ આપી રહ્યા છો. આવી અફવાઓના કારણે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે, 

-ચોક્કસ થી સાવધાન રહો

હા ચોક્કસ થી સાવધાન રહેવું પડે, હાલ નો સમય એવો છે કે કોઈ અજાણ્યા પર વિશ્વાસ કરી ન શકાય પરંતુ એનો એ અર્થ નથી કે કોઈપણ અજાણ્યો માણસ ગુનેગાર હોય, જ્યારે પણ આવી કોઈ વ્યક્તિ જોવા મળે, કોઈ શંકાસ્પદ વ્યક્તિ હોય ત્યારે ધીરજ રાખી ટોળા એકઠા કર્યા વિના તે અંગે પોલીસ ને જાણ કરો,  પોલીસ આવે ત્યાં સુધી તેના પર ખાનગી રીતે નજર રાખો.અને પોલીસ ને આવા વ્યક્તિ સોંપી પોલીસને તપાસ કરવા દયો નહીં કે કાયદો હાથ માં લઇ ધોલાઈ કરી નાખો.....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો