ભાવનગર બ્યુરો.
આગામી વિધાનસભા ચુંટણી પૂર્વે લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે આજે ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને આઈ.સી.ડી.એસ ની મહિલાઓ દ્વારા મોતીબાગ ટાઉનહોલ ખાતેથી એક રેલી નીકળી હતી.મતદાન જાગૃતિ અંગેના બેનરો સાથે વિશાળ સંખ્યામાં નીકળેલી રેલી શહેરના માર્ગો પરથી પસાર થઇ અને એવી સ્કુલ ના ગ્રાઉન્ડ ખાતે પહોચી હતી જ્યાં માનવ સાંકળ રચી લોકોને વધુ વધુ મતદાન કરવા અંગે અપીલ કરી હતી.
ચુંટણી માં મતદાન કરવું એ લોકો માટે ખુબ જરૂરી છે .લોકોમાં હજુ પુરતી મતદાન અંગે જાગૃતિ ના હોય ત્યારે ચુંટણી પૂર્વે તંત્ર દ્વારા મતદાન જાગૃતિ ના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હોય છે ત્યારે ભાવનગર ખાતે ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને આઈ.સી.ડી.એસ ની મહિલાઓ દ્વારા મોતીબાગ ટાઉનહોલ ખાતેથી મહિલાઓની એક વિશાળ રેલી નીકળી હતી.મતદાન જાગૃતિ ના બેનરો સાથે થી નીકળેલી રેલીને ઝંડી ફરકાવી પ્રસ્થાન ચુંટણી અધિકારી એ કરાવ્યું હતું.આ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળી ને એવી સ્કુલના ગ્રાઉન્ડ ખાતે પહોચી હતી જ્યાં એક મહા સાંકળ રચી લોકોને મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો