BREAKING

તાલુકાના બેલડા ગામ એક યુવાને કોઈપણ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા મોત


બનાવની વિગત એવા પ્રકારની છે કે તળાજા તાલુકાના બેલડા ગામે રહેતા નિલેશભાઈ ભનુભાઈ વાઘેલા ઉંમર વર્ષ 26 એ કોઈપણ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લેતાં તેમનું મોત નિપજ્યું હતું.આ બનાવની જાણ તળાજા પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક બનાવસ્થળે પહોંચી ગયો હતો અને હાલ તેમના મૃતદેહને તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવવામાં આવ્યા છે , જોકે આ યુવાન નું શંકાસ્પદ મોત હોય અહીં સ્થાનિક લોકોએ પેનલ પીએમ ની પણ માંગણી કરેલ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, આ યુવાનનું મોત કેવી રીતે થયું છે કયા કારણોસર થયું છે એ બાબતે પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે સત્ય અને ખરી હકીકત પોલીસ તપાસ બાદ બહાર આવશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો