BREAKING

પાળીયાદ પો.સ્ટે.ના પીપરડી ગામે લગ્નમા કરેલ ફાયરીંગના આરોપીને હથીયાર સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંન્ચ.



રઘુવીર મકવાણા

પાળીયાદ પોલીસ સ્‍ટેશન  પીપરડી ગામે  લગ્ન પ્રસંગના જાનના વરઘોડા દરમ્યાન કોઇ અજાણ્યા જાનૈયા  દ્વારા ખાનગી હથીયાર દ્વારા ફાયરીંગ કરેલ જેમા તેજ ગામની કોળી જ્ઞાતીની ગુણીબેન નામની છોકરીને માથાના ભાગે ગોળી વાગતા ગંભીર ઇજા થયેલ અને બાદમા તેનુ સારવાર દરમ્યાન મૃત્યુ થયેલ જે ગુન્‍હાના કામે આજદીન સુધી ભાગતા ફરતા અજાણ્યા આરોપીને પકડવા પોલીસ અધિક્ષક ની સુચના તથા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પો.ઇન્‍સ. શ્રી એચ.કે.ભુવા તથા પો.સબ.ઇન્સ.શ્રી વી.ડી.ધોરડા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો દ્વારા  આરોપી મયુરસિંહ કિશોરસિંહ ચૌહાણ જાતે.રજપુત ઉવ.૩૪ રહે.બોટાદ, યોગીનગર મારૂતિ શો રૂમની પાછળ મુળ રહે.અમરેલી વાળા આરોપીને આજરોજ દેશી બનાવટની રિવોલ્વર સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને બનાવ સબંધે બોટાદ એલ.સી.બી. દ્વારા સઘન તપાસ ચાલુ છે.



the Gandhinagar News

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો