રઘુવીર મકવાણા- ઢસા
ઢસા ગમે ગત તા.૩૦/૦૯/૨૦૧૬ ના રોજ પી.શૈલેષ નામની આંગડીયા પેઢીના માલીક દ્વારા તેની પેઢીમા મેનેજર તરીકે કામ કરતા આરોપી જયેશ પ્રહલાદભાઇ પટેલ ઉ.વ.૩૨ રહે.દેલોલી તા.જી. મહેસાણા વાળા વિરૂધ્ધ રોકડ રૂ.૨૬,૭૦,૦૦૦/- ની વિશ્વાસઘાતની ફરીયાદ લખાવેલ હોય જે ગુન્હાના કામે સદર આરોપી આજદીન સુધી ભાગતો ફરતો હોય જે ફરીયાદ આધારે પોલીસ અધિક્ષક સા.શ્રી બોટાદ નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પો.ઇન્સ. શ્રી એચ.કે.ભુવા તથા પો.સબ.ઇન્સ.શ્રી વી.ડી.ધોરડા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો દ્વારા આરોપીને આજરોજ અટક કરેલ છે, અને બનાવ સબંધે સઘન પુછપરછ ચાલુ છે અને તે દીશામા બોટાદ એલ.સી.બી. સઘન તપાસ ચલાવી રહેલ છે.
the Gandhinagar News
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો