BREAKING

શિકારી ખુદ શિકાર બન્યો, હત્યા કરવા આવેલ સખ્સની જ હત્યા...

ભાવનગરમાં જૂની અદાવતે એક હત્યા ની ઘટના બની હતી ભૂત ના લીમડા વિસ્તારમાં આવેલા મહમદી બાગ ખાતે ઝાહીદ નામનો યુવક તેના એક સાથી સાથે આવી ચડ્યો હતો અને ત્યાં જમી રહેલા ઉબેદ શૈખ પર ફાયરીંગ કર્યું હતું.જેમાં ઉબેદ ને ગોળી વાગી હતી જેથી તેની સાથે રહેલ તેના સાથી એવા યાસીન પેપો એ તેની પાસે રહેલ છરી વડે ઝાહીદ પર હુમલો કરી  તેમજ તેની જ પિસ્તોલ વડે તેને ગોળી મારી હત્યા કરી નાખી હતી.

ભાવનગરમાં આજે વધુ એક હત્યાનો બનાવ બનવા પામ્યો છે.જેમાં આજે શહેરના ભૂત ના લીમડા વિસ્તારમાં આવેલા મહમદીબાગ ખાતે હાતિમભાઈ સિનેમાવાળાના દીકરાના લગ્ન પ્રસંગે જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં ઉબેદ તેના સાથી સાથે મહમદીબાગ ખાતે ઉપરના વિભાગમાં જમી રહ્યો હતો આ સમયે ઝાહીદ આ મહમદીબાગ ખાતે પિસ્તોલ સાથે ઘસી આવ્યો હતો અને ઉબેદ પર ફાયરીંગ કર્યું હતું .જેમાં એક ગોળી સીધી ઉબેદ ને છાતીના ભાગે વાગતા તે ત્યાં ઢળી પડ્યો હતો.જેને બચાવવા વલી વચ્ચે પડતા તેના પર પણ ઝાહીદે ૩ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું અને આ ત્રણેય ગોળી વલી ને હાથના ભાગે વાગી હતી.જયારે સાથે રહેલ  ઉબેદના સાથી એવા યાસીન પેપા એ તેની પાસે રહેલ છરી વડે ઝાહિરને પેટના ભાગમાં ઉપર ઉપરી ત્રણ ચાર ઘા જીકી દેતા ઝાહીદ ત્યાં ઢળી પડ્યો હતો અને ૨૦ જેટલા છરીના ઘા પેટ અને છાતી પર જીકી તેમજ તેની જ પિસ્તોલ વડે ગોળી મારી તેની  હત્યા કરી નાખી હતી.આ બનાવની જાણ પોલીસને કરવામાં આવતા તાકીદે એસપી-ડીવાયએસપી સહીતનો પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો અને જરૂરી કાગળપર ની કાર્યવાહી કરી લાશને પીએમ માટે મોકલી આપી હતી.આ બનાવ ના પગલે લોકો ના મોટા ટોળા મહમદીબાગ ની બહાર એકઠા થઇ ગયા હતા..આજના આ બનાવમાં કુલ ૮ થી ૧૦ રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યું હતું જેમાં ૨ રાઉન્ડ ફેઈલ ગયા હતા .પોલીસે આ બનાવમાં વપરાયેલ છરી તેમજ પિસ્તોલ કબજે લીધા છે.જયારે ઉબેદ ને વધુ સારવાર માટે અમદાવાદ સીમ્સ હોસ્પિટલ માં રવાના કરવામાં આવ્યો છે .પોલીસે ઝાહીદ અને તેના સાથી સામે ૩૦૭ અને ગેરકાયદેસર હથિયાર રાખવા અંગે તેમજ પેપા સામે ૩૦૨ મુજબ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે .તેમજ યાસીન પેપા ની અટકાયત પણ કરી છે . 

આ બનાવના પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.જે પરિવાર દ્વારા જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું તે મહમદીબાગમાં ખુશીના બદલે રોકકળ મચી હતી.ઝાહીદ નો પરિવાર આ બનાવ ના પગલે મહમદીબાગ ખાતે દોડી ગયો હતો અને ભારે રોકકળ મચાવી હતી.તેમજ આ બનાવ અંગે ઝાહીદ ના પિતા એ પણ ઉબેદ અને તેના સાથીઓના નામ આપ્યા હતા કે જે ભારે ગુનાહિત પ્રવૃત્તિ માં સામેલ છે .



the Gandhinagar News

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો