BREAKING

દુધાળા ગ્રામ પંચાત ની ચૂંટણી માં ધીરુભાઈ રામાણી નો ભવ્ય વિજય







સૌજન્ય...ભરત દોમડીયા

ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં 233 ગ્રામ પંચાયતો ની તા.27 ડિસેમ્બર ના રોજ સરપંચ ણવ વોર્ડ ના સભ્યો નો ચૂંટણી યોજાઈ હતી મતદાન બાદ 3532 ઉમેળવારોનું ભાવિ મતપેટીઓ માં સીલ થયું હતું જેમાં ગાઇકાલે મતગણતરી કરવામાં આવી હતી, મતગણતરી ના સ્થળે ઉમેદવારો ના સમર્થકો મોટી સંખ્યામાં માં ઉમટી પડ્યા હતા.

ખાસ કરી ને આ વખતની ચૂંટણી માં ખરેખરી નો ખેલ જામ્યો હતો, પોતાના ઉમેદવારો ને જીતાડવા માટે સુરત થી બસો ભરી ને લોકો મતદાન કરવા આવ્યા હતા,

પાલીતાણા ના દુધાળા ગામે પણ આવો જ કાયિક માહોલ જામ્યો હતો, દુધાળા ગામે સરપંચ પદ માટે ચાલુ ટર્મ ના ભીખુગીરી ગૌસ્વામી અને સામે ધીરુભાઈ રામાણી ઉમેદવારી કરી રહ્યા હતા. ભીખુગીરી ગૌસવામી ગત ટર્મમાં ઓબીસી અનામત પર બેઠક પર ચૂંટાઈ આવ્યા હતા. તેઓએ પાણીનો પ્રશ્ન , સ્ટ્રીટ લાઈટ જેવા કામો કરી પાંચ વર્ષ દરમિયાન સારી લોકચાહના મેળવી હતી, તેઓ જાત મહેનત કરી લોકોના કામો કરતા હોવાની છાપ પણ તેઓએ ઉભી કરી હતી, અને આ વખતે પણ ગામલોકો ના આગ્રહ ને માન આપી તેઓ ફરી ઉમેદવારી કરી હતી, જ્યારે સામે પક્ષે લડી રહેલ ધીરુભાઈ રામાણી પણ અનેક સામાજિક તેમજ સેવાભાવી પ્રવૃતિઓ અને અનેક ધાર્મિક ટ્રસ્ટો સાથે સંકળાયેલા હોય તેઓ પણ સામાજિક સારી એવી પ્રસિદ્ધિ મેળવેલા હતા, ગામના હિતના કામો તેઓ ગ્રામ પંચાયત માં ન હોવા છતાં પણ કરી રહ્યા હતા, આમ બન્ને ઉમેદવાર જીત માટે સક્ષમ હતા, બન્ને ઉમેદવાર ને જીતાડવા પટેલ સમાજના આગેવાનો એડીચોટી નું જોર લાગવ્યું હતું, પરંતુ આખરે ધીરુભાઈ રામાણી 200 કરતા વધુ મતો થી વિજય બન્યા હતા, તેમની પેનલ માં જયાબેન મકવાણા, હરેશભાઇ ખોખર, મંજુલાબેન વવાડીયા, રિટાબેન કાકડીયા, કાળુભાઈ સાવલીયા, કેશુભાઈ મેર ણવ કાળુભાઈ સાવલીયા પણ વિજેતા બન્યા હતા, જ્યારે તેમનું પરિણામ જાહેર થયું ત્યારે તેમના સમર્થકો સમગ્ર પેનલ ને વધાવી લીધી હતી અને ગામમાં ભારે ઉત્સાહ થી વિજ્યોત્સવ કરવામાં આવ્યો હતો.



the Gandhinagar News


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો