ભાવનગરના વલ્લભીપુર નજીક આજે એક મગફળી ભરેલ ટ્રક માં આગ લાગી હતી જો કે આગ બુજાવ્યા બાદ જે મગફળીનો જથ્થો બચી ગયો હતો તેની લોકોએ રીતસર લૂંટ ચલાવી હતી.
ભાવનગરના વલ્લભીપુર ઉમરાળા વચ્ચે રામપર ના પાટિયા પાસે આજે એક મગફળી ભરેલ ટ્રકમાં અચાનક આગ લાગી હતી, આ ટ્રકમાં સરકારી મગફળીનો જથ્થો સાવરકુંડલા થી ભરી ને કડી જય રહ્યો હતો ત્યારે રામપર નજીક આ ટ્રકમાં અચાનક આગ લાગી હતી, જો કે ફાયર ઘટના સ્થળે પહોંચી અને આગને બુજાવી હતી પરંતુ આગ બુજાવ્યા બાદ જે મગફળી નો જથ્થો બચી ગયો હતો તેની સ્થાનિકો દ્વારા રીતસર ની લૂંટ ચલાવી હતી, રોડ પર ઢોળાયેલ મગફળી ને આજુબાજુના લોકો કોથળા ભરી ઘેર લઈ જઈ રહયા હતા.
જો કે આ સરકારી જથ્થો આ રીતે આગ લાગવી અને બાદમાં તેની સ્થાનિકો દ્વારા લૂંટ ચલાવતા આગ અંગે અનેક શંકા કુશંકા ઉપજાવી રહી છૅ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો