તસ્વીર-અરવિંદ રાઠોડ- પાલીતાણા
કુદરત દ્વારા ક્યારેક મનુષ્યમાં કોઈ શારીરિક કે માનસિક ખામી મૂકી દેવામાં આવતી હોય છે પરંતુ સામે તેનામાં વિશિષ્ટ શક્તિઓ પણ મૂકી હોય છે, આવી વ્યક્તિઓ એટલે દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને પણ સામાન્ય માણસની જેમ જીવન જીવવાની ઈચ્છા હોય છે, ત્યારે આવા દિવ્યાંગ બાળકો માટે પાલીતાણા બી.આર.સી ભવન ખાતે “ઉડાન” શીર્ષક હેઠળ દીવ્યંગોના શિક્ષકો દ્વારા પોતાના સ્વ-ખર્ચે એક સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિવ્યાંગ બાળકોએ ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
પાલીતાણાના બી.આર.સી ભવન ખાતે પાલીતાણા તાલુકાના તમામ પ્રકારના દિવ્યાંગ બાળકો માટે તેમના વિશિષ્ટ શિક્ષકો દ્વારા એક દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, વિશિષ્ટ શિક્ષકો દ્વારા દિવ્યાંગ બાળકો પાસે વિવિધ વિશિષ્ટ પ્રવૃતિઓ કરી અને ભારે ઉલ્લાસ સાથે દિવ્યાંગ બાળકોએ અન્નદ માણ્યો હતો. પાલીતાણા ખાતે આવેલ બી.આર.સી ભવન ખાતે ૩૦ જેટલા દિવ્યાંગ બાળકોએ આ એક દિવસીય સમર કેમ્પ માં ભાગ લીધો હતો, આ કેમ્પમાં આવા દિવ્યાંગ બાળકોમાં રહેલ વિશિષ્ટ શક્તિઓ બહાર આવી હતી, શારીરિક ખામીઓ વચ્ચે પણ દિવ્યાંગ બાળકોએ વિવિધ મન ને અભિભૂત કરી ડે તેવા ચિત્રો બનાવ્યા હતા તો વળી કેટલાક દિવ્યાંગ બાળકોએ સંગીત, રમત ગમત, માં તેમનું કૌશલ્ય બતાવ્યું હતું.આમ આ સમર કેમ્પમાં દિવ્યાંગ બાળકોએ ભારે ઉલ્લાસ પૂર્વક વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લઈ અને ખુબ જ આનંદ માણ્યો હતો. આ તમામ સમર કેમ્પ આ દિવ્યાંગ બાળકોના વિશિષ્ટ શિક્ષકો દ્વારા પોતાના સ્વ ખર્ચે કરવામાં આવ્યો હતો.
આ પ્રવૃત્તિ સતત ચાલતી રહે તેવો આશય આ બી.આર.સી ભવન ના શિક્ષકો રાખી રહ્યા છે, તેમજ આ સમર કેમ્પના દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલ ચિત્ર , તેમજ ફોટો ફ્રેમ ને સાચવીને રાખવામાં આવશે આને આગામી કેમ્પ માં આવનાર મહેમાનો ને ભેટ સ્વરૂપ આપવામાં આવશે, આ ઉપરાંત પાલીતાણા તાલુકામાં જ ૧૦૩૩ જેટલા દિવ્યાંગ બાળકો પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહ્યા છે અને આવા દરેક બાળકોને સરકારની યોજનાના લાભો મળી રહે તે માટે દિવ્યાંગ બાળકોના શિક્ષકો દ્વારા આવા બાળકોના વાલીઓની રૂબરૂ મુલાકાત લઈ અને તેઓને સરકાર નો યોજનોના લાભ મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.જો આ રીતે ગુજરાતનો દરેક શિક્ષક પોતાની શિક્ષણની પ્રવૃતિઓની સાથે સાથે આવી પ્રવૃતિઓ કરે છે આવા વિશિષ્ટ દિવ્યાંગ બાળકોને કોઈ અન્ય ની સહાનુભુતિ ની જરૂર ના રહે






ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો