BREAKING

પાણી મુદ્દે જેસર તાલુકાના ખેડૂતો દ્વારા કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યું





ભાવનગરના જેસર તાલુકાનું વીરપુર ગામ કે જ્યાંના ખેડૂતો સીબેટી ડેમનું ઓવરફલો પાણીને સીબેટી નદીમાં લાવવાની માંગ છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છે.તેમજ આ ડેમનું પાણી કેનાલ મારફતે કમાન્ડ એરિયામાં આવતા ખેડૂતોને આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.પરંતુ આ તંત્ર આ ખેડૂતોની માંગ ને દાદ આપતું નથી અને જેના કારણે ખેડૂતોને શિયાળુ પાક લેવામાં મુશ્કેલી ઉભી થઇ રહી છે.જેથી તળાજા-મહુવા અને જેસર તાલુકાના ખેડૂતો આજે મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા અને કલેકટરને આવેદનપત્ર પાઠવી તેમની માંગ તાકીદે સંતોષાય તે અંગે રજૂઆત કરી હતી.

આજે ભાવનગર માર્કેટિંગયાર્ડ ખાતે તળાજા-મહુવા અને જેસરના ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને એક મહારેલી યોજી હતી.તેમની માંગ હતી કે જેસર તાલુકાના વીરપુર ગામે આજથી ૩૦ વર્ષ પહેલા સીબેટી નદી પર જે લઘુસિંચાઈ યોજના નો ડેમ બનાવવામાં આવેલો છે  તેનું ઓવરફલો થતું પાણી ને તેની મૂળ એટલેકે સીબેટી નદી માં લાવવું જોઈએ જેથી તેનો લાભ ખેડૂતો ને મળી શકે આ ઉપરાંત આ ડેમ નું પાણી કેનાલ મારફતે કમાન્ડ એરિયા માં આવતા લોકો ને પણ આપવાની માંગ કરી છે .આ કેનાલ નું તાકીદે રીપેરીંગ કામ કરાવી અને આ ડેમ નું પાણી ખેડૂતો ને ખેતી માટે આપવું જોઈ એ.આવી માંગ સાથે આજે મોટી સંખ્યામાં ખેડૂતો ની વિવિધ બેનરો અને માંગો સાથે એક રેલી નીકળી હતી .જેમાં ખાસ તો આજની નોટ્બંધી ને લઇ ને ભરતસિંહ વાળા દ્વારા ખાસ માઈક માં ભાષણ આપવામાં આવી રહ્યું હતું કે આ સરકાર તેમના મળતિયા ઓ ને બેંક માંથી રૂપિયા જોઈ તેમ આપી રહી છે અને લોકો મેળવી પણ રહ્યા છે જયારે જગત નો તાત એવો ખેડૂત કે જેને બિયારણ થી લઇ ને ઉત્પાદન સુધી રૂ.ની જરૂર પડે છે તેને સરકાર દ્વારા કોઈ રાહત આપવામાં આવી નથી .કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા પહોચેલી આ રેલી ને પ્રથમ તો પોલીસે રોકી હતી અને અંદર જવા દીધી ના હતી જેથી ખેડૂતો એ ભારે સુત્રોચ્ચાર કર્યા હતા અને રસ્તો ચક્કાજામ કરી દીધો હતો.
   સીબેટી નદી માં પાણી લાવવા અંગે ની રજૂઆત માટે પહોચેલા ખેડૂતો એ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૫ સુધી આ કેનાલ માંથી પાણી આપવામાં આવતું હતું અને જેના વેરા ની પહોચ પણ તેમની પાસે છે જયારે સિંચાઈ વિભાગ ના ઈજનેર આ બાબતે તેમની અગાઉ ની રજુઆતો માં એવો ઉડાવ જવાબ આપી રહ્યા છે કે આ કેનાલ માંથી પાણી આપવામાં આવ્યું જ નથી ત્યારે હકીકત માં તે અંગે ની તપાસ કરવામાં આવે અને તાકીદે તેમની માંગ ને પૂર્ણ કરવામાં આવે તે અંગે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

તંત્ર ના અધિકારીઓ હકીકત માં સામેથી કોઈ સુવિધા કે જે ખેડૂતો ને મળવા પાત્ર છે તે આપતા નથી .ઉપરાંત તેમની રજુઆતો ના હાસ્યાસ્પદ નિવેદનો આપી ને ખેડૂતો ને છેતરવા ના પેંતરા કરે છે .ખેડૂતો ના મતે સિંચાઈ યોજના ના સરકારી બાબુઉંદરો આ ડેમ અને કેનાલ ના કામ માં કરોડો રૂપિયા ખોતરી ને પોતાના ખિસ્સા ભરી રહ્યા છે .જેથી આ બાબતે તપાસ થાય તો હકીકત સામે આવશે કે સાચું શું છે?શું આ ડેમ ના કમાન્ડ વિસ્તાર ના ખેડૂતોને પાણી આવા માલખાઉં અધિકારીઓ ના કારણે નથી મળતું કે કેમ તે અંગે તપાસ થશે કે કેમ ?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો