BREAKING

માંડવી હત્યાકાંડ પ્રકરણે પાસ દ્વારા કાળીપટ્ટી ધારણ કરી મૌન રેલી યોજાઈ.




ભાવનગર જીલ્લાના ગારીયાધારના માંડવી ગામે ગત તારીખ ૧ ડીસેમ્બરના રોજ વાડીએ થી પરત ફરી રહેલી એક આધેડ પાટીદાર મહિલાની સાથે દુષ્કર્મ આચરીને તેની હત્યા કરી નાખવામાં આવી હતી .જે બનાવને આજે ૨૧ દિવસ વીતી જવા છતાં પણ તેના તમામ હત્યારાને ઝડપી લેવામાં નથી આવ્યા અને હત્યારા ખુલ્લા ફરી રહ્યા છે અને તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી જેથી આજે મોટી સંખ્યામાં પાટીદારો એક મોઢે કાળી પટ્ટી બાંધી મૌન રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

માંડવી ગામે ગત તારીખ ૧ ડીસેમ્બરના રોજ ભાવનાબેન ખૈની નામની આધેડ પાટીદાર મહિલાની સાથે દુષ્કર્મ કરીને હત્યા કરી નાખવાની ઘટના બની હતી.આ બનાવમાં પોલીસે તપાસમાં જે તે સમયે પરિવાર અને ગામના લોકો ને ગેરમાર્ગે દોરનાર અતુલ બારૈયા નામના શખ્સની અટકાયત કરી હતી પરંતુ ત્યારબાદ ખાસ તપાસ આગળના વધી હોય અને જેમાં અન્ય કોઈ શખ્સ પણ આ હત્યામાં સામેલ હોય તેવી આશંકા પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.આ બનાવને ૧૮ દિવસ વીતી ગયા બાદ પાસ અને એસ.પી.જી ગ્રુપના લોકો દ્વારા તંત્રને આ બનાવની તાકીદે તપાસ કરવા અંગેની ચીમકી આપવામાં આવતા આખરે તંત્રના અધિકારીઓ અને નેતાઓ માંડવી ખાતે સાંત્વના તેમજ યોગ્ય તપાસ ની ખાત્રી આપવા દોડી ગયા હતા પરંતુ આજદિન સુધી કોઈ યોગ્ય તપાસ ના થતા આખરે આજે અંદાજીત ૧૦૦૦ થી વધુ પાટીદારો ની કાળીપટ્ટી બાંધી ને એક મૌન રેલી ટાઉનહોલ ખાતેથી નીકળી હતી .અને કલેકટરને આ બનાવ બાબતે તાકીદે તપાસની માંગ સાથેનું આવેદનપત્ર પાઠવ્યું હતું.

આજની આ પાટીદારોની રેલીમાં ક્ષત્રીય સમાજ-દલિત સમાજ તથા કોળી સમાજના લોકો જોડાયા હતા અને આવેદનપત્રની સાથે ચીમકી પણ ઉચ્ચારી હતી કે આજની આ મૌન રેલી બાદ પણ જો તંત્ર દ્વારા આ બનાવના આરોપીઓને ઝડપી લેવામાં નહિ આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન અને રેલી કાઢવામાં આવશે .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો