BREAKING

ઢસાગામે આવેલ શ્રી આર.જે.એચ.હાઇસ્કુલના આચાર્ય દ્વારા ગામ ના સરપંચ એ શિક્ષક પાસે થી ભરતી સમયે નાણા માગ્યા તેમજ સરપંચ દ્વારા હેરાન પરેશાન કરતા હોવાના કર્યા આક્ષેપ

રિપોર્ટ બાય રઘુવીર મકવાણા

બોટાદ જીલ્લાના ઢસા જંકશન મા આવેલી શ્રી આર.જે.એચ.હાઇસ્કુલ ના આચાર્ય દ્વારા આજ ગામના સરપંચ ભરતભાઈ કટારીયા દ્વારા શાળા માં વિદ્યા સહાયક તરીકે મેરીટ મુજબ ભરતી કરવામાં આવનાર શિક્ષક પાસેથી રૂપિયા ૪૫૦૦૦ લીધેલા હતા જે વાત ને આશરે બે વર્ષ વીતી ગયા આ શિક્ષક દ્વારા આ વાત ને લય વારંવાર ફરિયાદ શીક્ષણ વિભાગ માં જીલ્લા તેમજ ગાંધીનગર સુધી  ફરિયાદ દાખલ કરેલ પણ આજ દિન કોય સંતોષ કારક જવાબ મળેલ નહીં તેમજ આ સરપંચ વિરુધ કામગીરી કરવામાં આવેલ નથી .  આચર્યો દ્વારા આ શાળામાં આ ગામના સરપંચ દ્વારા વારંવાર શિક્ષકો ને હેરાન પરેશાન કરતા હોવાના આક્ષેપ સાથે આ સરપંચ દ્વારા બીજી વખત પણ મેરીટ મુજબ ભરતી થયેલ અન્ય એક શિક્ષક પાસે થી પણ ૫૧૦૦૦ હજાર રૂપિયા માંગેલા તેમજ સરપંચ દ્વારા શાળા ના આચાર્ય દ્વારા પોતાની આચાર્ય તરીકે ની ભરતી માં પણ રૂપિયા ૧૦૦૦૦૦ ની માંગણી કરેલ હતી જે આચાર્ય દ્વારા ના પડતા આ સરપંચ એન કેન પ્રકારે હેરાન પરેશાન કરતા હોવાના શાળા ના આચર્ય તેમજ શિક્ષકો દ્વારા આક્ષેપ કરવામાં આવેલ હતા . આ શાળા પહેલા ગ્રામ પંચાયત માં આવતી હોય સરપંચ પોતાની મનમાની કરતા હતા હાલ આ શાળા સરકાર હસ્તગત હોય ફરી પાછી આ શાળા ગ્રામ પંચાયત ને મળી જાય તેવા પ્રયાસ સરપંચ દ્વારા કરતો હોય આ વાત ને લઇ ૨૮ જેટલા શિક્ષકો દ્વારા હાલ આ મુદે હાય કોર્ટ માં પીટીસન પણ દાખલ કરેલ છે. જે લઇ સરપંચ ને પૂછતા તેમના પર લગાવેલ તમામ આક્ષેપ ને પાયા વિહોણા તેમજ ખોટા ગણાવી પોતાની રાજકીય કારકિર્દી ખત્મ કરવાનું હોય તેવા આક્ષેપ કરવામાં આવેલા હોય પોતે સરપંચ તરીકે પારદર્શક વહીવટ જ કરેલ છે ક્યારેય ભૃસ્ટાસાર કરેલો ન હોવાનું જણાવેલ

રિપોર્ટર રઘુવીર મકવાણા ઢસા



the Gandhinagar News

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો