હેમંત ડાભી- વલ્લભીપુર
ગઈકાલે વલ્લભીપુરમાં સગીરા પર તેના જ ઘરમાં ઘુસીને અવારનવાર દુષ્કર્મ આચાર્યા હોવાની એક ફરિયાદ નોંધાય હતી.પોલીસે આઈપીસી કલમ ૩૭૬ મુજબ આ બનાવમાં ગુનો નોંધી અને આ બનાવના આરોપી યુવકને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે .
ગઈકાલે વલ્લભીપુર માં એક સગીરા પર તેનાજ ઘરમાં ઘુસીને દુષ્કર્મ વારંવાર આચરવામાં આવતું હોવાની પોલીસ ફરિયાદ નોંધાય હતી.જેમાં વલ્લભીપુરના મફતનગર વિસ્તારના તળાવની પાળ નજીક રહેતા પરિવારની ૧૩ વર્ષની સગીર પુત્રી ઉપર તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપી ૧૦ દિવસથી આજ વિસ્તારના નરાધમો દ્વારા વારંવાર દુષ્કર્મ આચરવામાં આવતું હતું .સગીરા ના માતાપિતા કામ અર્થે બહાર જતા હોય જેથી તે મોકાનો લાભ ઉઠાવીને તેમની સાથે દુષ્કર્મ કરવામાં આવતું હતું.આખરે સગીરા એ હિંમત કરીને આ બનાવ અંગે તેના માતાપિતાને જાણ કરતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી હતી અને પોલીસે આઈપીસી ૩૭૬ મુજબ ગુનો નોંધી આ બનાવ ના આરોપીને ઝડપી પડવાની કાર્યવાહી હાથ ધરી હતી .જેમાં ગણતરીની કલાકોમાં વલ્લભીપુર પોલીસે આ બનાવ ના આરોપી એવા અશ્વિન લાભુભાઈ ની અટકાયત કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે .
આ બનાવ માં હાલ એક યુવક ની અટકાયત કરવામાં આવી છે જયારે આ બનાવ માં વધુ કોઈ સામેલ છે કે કેમ તેઅંગે હજુ પાક્કી માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી નથી ત્યારે હવે આ બનાવ માં પોલીસ શું કરે છે તે જોવું રહ્યું.
the Gandhinagar News
વલ્લભીપુર માં સગીરા પર બળાત્કાર.......
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો