BREAKING

બોટાદ શહેરમા થયેલ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાંચ બોટાદ.

રઘુવીર મકવાણા-ઢસા


બોટાદ પોલીસ ને મળેલ  સુચના મુજબ આજરોજ   એલ.સી.બી. ના પો.સબ.ઇન્સ. શ્રી વી.ડી.ધોરડા તથા એલ.સી.બી. સ્‍ટાફના માણસો બોટાદ પાળીયાદ રોડ ઉપર વાહન ચેકીંગમા હતા તે દરમ્યાન એવી હકીકત મળેલ કે મહાદેવનગરમા શંકાસ્‍પદ મોટર સાયકલ રાખેલ છે જે બાતમી આધારે વોચમા હતા તે દરમ્‍યાન એક ઇસમ મોટર સાયકલ લઇને ત્‍યા નિકળતા તેને રોકતા તેનુ નામ પુછતા પોતે પોતાનુ નામ ઘનશ્‍યમભાઇ રમણીકભાઇ સતાપરા જાતે-પ્રજાપતી જણાવતો હોય સદર ઇસમને મોટર સાયકલના કાગળો બાબતે પુછતા કાગળો નહી હોવાનુ જણાવતો હોય જેથી ચોરી અગર છળકપટથી મેળવેલાનુ જણાઇ આવતા વધુ પુછપરછ કરતા વધુ બીજા બે સ્‍પ્લેન્‍ડર મોટર સાયકલ ચોરેલાની કબુલાત કરતો હોય જે કુલ ત્રણેય ગાડીઓ તેના કબ્‍જામાથી મેળવી ત્રણેય સ્‍પ્લેન્‍ડર મોટર સાયકલ સદર ઇસમ ચોરી અગર છળકપટથી મેળવેલાનુ જણાઇ આવતા એક ગાડી ની કિ.રૂ.૨૫,૦૦૦/- ગણી કુલ ત્રણેય મોટર સાયકલની કિ.રૂ.૭૫,૦૦૦/- ગણી ક્રી.પ્રો.કો. કલમ ૧૦૨ મુજબ કબ્‍જે કરી ઘનશ્‍યમભાઇ રમણીકભાઇ સતાપરા જાતે-પ્રજાપતી ઉવ.૩૨ રહે.નરાડી ગામ તા.ધ્રાંગધ્રા જી.સુરેન્‍દ્રનગર વાળાને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ આજરોજ ક.૧૫/૩૦ વાગ્‍યે અટક કરી  બોટાદ પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી કાયદેસરની કાર્યવાહી કરી સરાહનીય કામગીરી કરેલ છે.



the Gandhinagar News

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો