BREAKING

મુસ્લિમ યુવકનું હૃદય હિન્દૂ યુવકમાં ધબકશે......




ભાવનગરના સિહોરના ચોરવડલા ના યુવકનો ગત શનિવારે ઈશ્વરીયા નજીક અકસ્માત થયો હતો.જેમાં આ યુવકને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેને સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ગઈકાલે ડૉ.દ્વારા બ્રેઈનડેડ જાહેર કરવામાં આવતા તેમના પરિવારજનો દ્વારા તેમના અંગોનું દાન કરવાની જાહેરાત કરી હતી.જેના પગલે ગત રાત્રીના અમદાવાદ સીમ્સ હોસ્પિટલની ટીમ હાર્ટ લેવા માટે ભાવનગર આવી પહોચી હતી.જે હાર્ટ ને આજે સવારે ગ્રીન કોરીડોર મારફતે અમદાવાદ રવાના કરવામાં આવ્યું હતું.સૌથી મહત્વની બાબતએ છે કે મુસ્લિમ યુવકનું આ હાર્ટ હવે એક હિંદુ યુવકમાં ધબકશે.જયારે ગુજરાતમાં સૌપ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ આજે અમદાવાદ ખાતે કરવામાં આવશે .

સિહોરના ચોરવડલા ગામે રહેતા આસિફ મહમદભાઈ જુનેજા નામના યુવકનો ગત શનિવારે અકસ્માત થયો હતો.તેમની બાઈકને ઈશ્વરીયા નજીક એક કારે હડફેટે લેતા આસિફને માથના ભાગે ગંભીર ઈજા થવા પામી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સર.ટી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ડૉ. ની ટીમ દ્વારા તેમની બે દિવસ સારવાર કરવામાં આવી હતી પરંતુ આખરે પરિણામ ના મળતા ડૉ. દ્વારા આ યુવકને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો હતો.તેમજ ડૉ.દ્વારા તેમના પરિવારને તેમના અંગોનું દાન કરીને પાંચ લોકોને નવજીવન આપવા સુચન કર્યું હતું.જેથી આ મુસ્લિમ પરિવાર દ્વારા સહજ ભાવે ડૉ.ની વાત સ્વીકારીને આસિફના હાર્ટ-બંને કિડની-લીવર તથા સ્વાદુપિંડ ના ડોનેટની જાહેરાત કરી હતી.

અમદાવાદ સીમ્સ હોસ્પિટલમાં દાખલ અર્જુનભાઈ આંબલીયા નામના દર્દી કે જેમનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય અને આ આસિફનું હાર્ટ તેમને મેચ આવતા તમામ ટેસ્ટ બાદ ગત રાત્રીના ૩ કલાકે અમદાવાદથી સીમ્સ ના ડોકટરોની એક ટીમ ખાસ વિમાન મારફતે ભાવનગર આવી પહોચી હતી અને તાકીદે હાર્ટ બહાર કાઢવાનું ઓપરેશન હાથ ધર્યું હતું.જેમાં આ ટીમ સવારે ૮ કલાકે અહીથી રવાના કરવામાં આવી હતી.આ ટીમને સર.ટી.હોસ્પિટલથી એરપોર્ટ સુધી પહોચાડવા માટે ખાસ ગ્રીન કોરીડોર ની વ્યવસ્થા પોલીસતંત્ર દ્વારા કરવામાં આવી હતી .જેથી આ ડોકટરોની ટીમ તેમની ખાસ ગાડીમાં હાર્ટ ને એક પેટીમાં જરૂરી મશીન પર શરુ રાખીને તાકીદે એરપોર્ટ જવા રવાના થઇ હતી .

હાર્ટ ને અંદાજીત ૪ કલાકના સમયગાળામાં જ અન્ય વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય અને જેના માટે અવરજવરમાં કોઈ પ્રકારની અડચણ ના ઉભી થાય તે માટે ગ્રીન કોરીડોરની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી અને  ગ્રીન કોરીડોર ના કારણે માત્ર ૬ મિનીટ ૨૨ સેકંડ માં  આ ટીમ એરપોર્ટ પર  પહોચી હતી. જ્યાં એરપોર્ટ ઓથોરીટી દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરીને આ હાર્ટ ને વહેલી તકે લઇ ને ઉડાન ભરી શકાય તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી અને ગણતરીની મીનીટોમાં આ ખાસ પ્લેન હાર્ટ લઇ ને રવાના થયું હતું.

દેશનો કોઇપણ ધર્મ આપસી ભાઈચારો જ શીખવે છે અને જેનું આ ઉદાહરણ કે એક મુસ્લિમ યુવકનું હાર્ટ હવે એક હિંદુ યુવકમાં ધબકશે અને જેનામાં આસિફ જીવિત રહેશે .ત્યારે ગુજરાતનું આ સર્વપ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ આજે સીમ્સ ખાતે થવા જઈ રહ્યું છે .આ ઉપરાંત તેમની કીડની-લીવર- તથા સ્વાદુપિંડનું પણ અન્યમાં પ્રત્યારોપણ કરવામાં આવશે .મહત્વની બાબત એ પણ છે કે એક મહિના જેવા સમય ગાળામાં ભાવનગરમાંથી બ્રેઈનડેડ થયેલા બે લોકોના હાર્ટ-કીડની-લીવર વગેરેથી અન્ય લોકોને નવજીવન મળ્યું છે જે ભાવનગર માટે ગૌરવ ની બાબત કહી શકાય .



the Gandhinagar News


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો