સલીમ બરફવાલા- સિહોર
ઘાંઘળી રેલ્વે ફાટક ઓવરબ્રિજ માંગ સહીતની વિવિધ માગણીઓ સાથેની ત્રીસ સભ્યોની સમિતિએ હવે ગામડે ગામડે જઈને લોક જાગૃતિ માટે બેઠકો લીધી.
સિહોર ગામના રાજકીય સામાજિક આગેવાનો અગ્રણીઓ ગામની સમસ્યા માટે એક મંચ આવ્યા છે જેના અનુસનધાને ઘાંઘળી રેલ્વે ફાટક ઓવરબ્રિજ માંગ સહીતની વિવિધ માગણીઓ સાથેની ત્રીસ સભ્યોની પ્રથમ બેઠક ગઈકાલે શંખનાદ કાર્યાંલયએ મળી અને ચર્ચા વિચારણાં બાદ આજથી હવે આ સમિતિના સભ્યો દ્વારા લોક જાગૃતિ માટે ગામડે - ગામડે બેઠકો યોજી છે અને ગામની હિતની વાત માં સહભાગી થવા આહવાન કરાયું છે આજે આ સમિતિના સભ્યો દ્વારા' વડિયા' ઉસરડ' પીપળીયા' અને નાનાસુરકા ગામે બેઠકો લીધી અને લોકોને જાગૃત કર્યા અને ખાસ કરીને આવતી ૧૯ તારીખે જે રેલ્વે અધિકારી " અગ્રવાલ " આવવાના હોય જેને લઈ વિવિધ પ્રશ્નો માટે રજૂઆતની ચર્ચા વિચારણા કરવામાં આવી લોકોને સાથે જોડાવા આહવાન પણ કરાયું છે..
the Gandhinagar News
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો