BREAKING

નોટ્બંધી ની અસર-લ્યો બોલો ... મોબાઈલ કંપનીએ મોકલ્યો પાંચ પૈસા નો ચેક...નાથાલાલ બે કલાક લાઈનમાં ઉભા રહ્યા ચેક જમા કરવવા.....




સૌજન્ય -અરવિંદ રાઠોડ-પાલીતાણા

દેશની એક નામાંકિત મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપની એ પોતાના એક કસ્ટમર સાથે મજાક કરી હોય તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જેમાં તેમના એક કસ્ટમરે બીજી કંપની માં મોબાઈલ પોર્ટેબીલીટી કરાવી અન્ય માં જોડતા આ કંપની એ કસ્ટમર ની બાકી રહેતી પાંચ પૈસા ની રકમ નો ચેક કસ્ટમર ને મોકલી આપ્યો છે .ત્યારે ચલણ માં નથી એવી લેણી રકમ નો ચેક મોકલતા આ કંપની ની ઈમાનદારી કહેવી કે અણઆવડત તે અંગે સવાલ ઉભા થયા છે .

ભાવનગર ના પાલીતાણા માં દેશની એક નામાંકિત મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપની એ પોતાના એક કસ્ટમર ને માત્ર પાંચ પૈસા નો ચેક મોકલ્યો છે .પાલીતાણા ના નાથાભાઈ ચાવડા કે જેમને તેમનો નંબર અન્ય મોબાઈલ પોર્ટેબીલીટી થી અન્ય મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપની માં ફેરફાર કરતા જૂની કંપની એ આ કસ્ટમર ની લેણી રહેતી પાંચ પૈસા ની બાકી રકમ નો એક ચેક તેના ઘરે મોકલ્યો હતો.નાથાભાઈ ચાવડા ના હાથ માં સૌપ્રથમ ચેક આવતા તેઓ ખુશ થયા હતા કે કંપની દ્વારા કોઈ મોટી રકમ નો ચેક મોકલ્યો હશે પરંતુ જયારે તેમને ચેક કવર માંથી બહાર કાઢી ને જોયું તો એ ખબર ના પડી નાથાભાઈ ને આ કંપની ની ઈમાનદારી કહેવી કે તેમની સાથે કંપની એ મજાક કરી છે તે .ચેક માત્ર પાંચ પૈસા નો હતો...એ ઉપરાંત પાંચ પૈસા નો ચેક જે મળ્યો છે તે રકમ હવે ચલણ માં પણ નથી અને મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપની દ્વારા પાંચ પૈસા માટે નો ચેક-તેમને મોકલવા માટે કરવામાં આવેલ કુરિયર નો ખર્ચ અને કસ્ટમર ને આ ચેક બેંક માં જમા કરાવે તો તેનો અલગ થી ચાર્જ આ તમામ બાબતો ને જોતા પાંચ પૈસા ની લેણી રકમ બાબતે આ કંપની ની ઈમાનદારી કહેવી કે મજાક તે કહેવું મુશ્કેલ છે .

નોટબંધી બાદ અનેક લોકો પોતાના જ રૂપિયા મેળવવા માટે હેરાન થઇ રહ્યા છે ત્યારે આ પાંચ પૈસા નો ચેક બેંક ખાતા માં જમા કરે કે કેમ અને જો જમા કરાવવા જાય તો તેની કેટલી મજાક લોકો કરે તેનો અંદાજ પણ આ બનાવ માં લગાવી શકાય છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો