BREAKING

ઓમ સેવા ધામમાં વસતા વડીલ ઈશ્વરભાઈનું નિધન થતા ભાવભીની વિદાય અપાઈ.


ભાવનગર સરદારનગર ખાતે આવેલ ઓમ સેવા ઘામ સંસ્થામા જે વડિલોને સંતાન હોતા નથી તેવા વડિલો તેમના જીવન ના અંતિમ દિવસો  સુખરૂપ વિતાવે છે. આ સંસ્થામાં આવા ઘણાં નિરાઘાર અને નિઃસહાય વડીલો છે, આ સંસ્થા એટલે નિરાધારોનો જ પરિવાર…

આજે તા. ૧૯-૩-૨૦૧૮ નાં દિવસે આ સંસ્થામાં વસતા વડિલ ઈશ્વરભાઈ માંડલિયા (ઉ. વ. ૭૧) નું દુ:ખદ અવસાન થતાં તેમની અંતિમવિધિ સંસ્થા દ્વારા એક પરિવારના સભ્ય માફક કરવામાં આવી હતી જેમાં અને સંસ્થાઓમાં સેવાભાવી ભાઇ-બહેનો  જોડાઈને અંતિમ તેમને ભાવભીની વિદાય આપી હતી, તેમનાં અંતિમ સંસ્કાર કરવા સત્ય સાંઈ સેવા સમિતિ, ભાવનગરમાં પ્રમુખ આશીષભાઈ  તથા બ્રામહ સમાજમાં અગ્રણી અતુલભાઈ પંડ્યા સહિતના સેવાભાવી જોડાયા હતા. સોમ સેવા ઘામમાં પ્રમુખ વિજયભાઈં કંડોલીયા પીયુષભાઈ. વિપુલભાઈ તેમજ અનેક સેવાભાવી લોકોએ આ સ્વજનની અંતિમ વિધિ ખૂબજ સારી રીતે પૂર્ણ હતી, એક વડિલને આપે તેમ લાગણીસભર અંતિમ વિદાય આપી હતી,  આ દુઃખદ ઘટનામાં સંસ્થાને જે કોઈ મદદરૂપ થયું તે તમામનો સંસ્થામાં વસતા અન્ય વડીલોએ આભાર વ્યકત કર્યો હતો.

અને ઉલ્લેખનીય છે કે માત્ર ભાવનગર જ નહીં પરંતુ બહારના વડીલો કે જેમનો કોઈ આધાર નથી તેવા તમામ વડીલો ઓમ સેવા ધામમાં આવીને વસે છે,  નઞરશ્રેષ્ઠીઓ ના સહયોગથઈ  આવા વડિલો અહીં જિંદગીમાં અંતિમ સુખરૂપ વિતાવે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો