૫૦૦ અને ૧૦૦૦ ના દરની ચલણી નોટો ને બધ કરાયા બાદ આજે બેંક દ્વારા નવી
ચલણી નોટો બદલી આપવા ની શરૂઆત કરવામાં આવી છે ત્યારે ભાવનગર શહેર સહીત જીલ્લાભર
માં બેંકો અને પોસ્ટ ઓફિસો પર લોકોની લાંબી કતારો જોવા મળી હતી, જો કે અમુક
બેન્કોમાં પુરતી વ્યવસ્થાના ના હોવાના કારણે
લોકો ને કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડ્યું હતું તેમજ મોટો ધસારો જોઈને બેંક ના કર્મચારીઓ પણ
મુજવણમાં મુકાઈ ગયા હતા અને ગંભીર ભૂલો કરી રહ્યા હતા.
દેશમાં કાળું નાણું બહાર લાવવા અને દેશમાં ઘુસાડવામાં આવતી જાલી નોટો
અટકાવવા માટે નરેન્દ્ર મોદી દ્વારા જે એતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો તેને લઈને
લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.રૂ-૫૦૦ અને ૧૦૦૦ ના દર ની નોટો આજ થી
બેન્કોમાં બદલી આપવાની શરૂઆત થતા જ જ વહેલી સવારથી લોકો લાંબી કતારો લગાવીને
બેંકમાં જોવા મળી રરહ્યા હતા, જો કે આ નિર્ણય થી સૌથી વધુ અસર નાના અને મધ્યમ
વર્ગના લોકોને થઈ છે, તેઓ પાસે જે કાઈ થોડી ઘણી બચત રોકડ સ્વરૂપે રાખતા હોય છે તે
આજે બદલવા માટે સવારથીજ લાઈનો લગાવીને ઉભા રહી ગયા હતા. જો કે આજે મોટી રકમ ની
ડીપોઝીટ કરવાવાળા બહુ ઓછા લોકો જોવા મળ્યા હતા.આ ઉપરાંત બેંકો તરફથી પણ રેગ્યુલર
દિવસો કરતા આજે ડબલ કાઉન્ટર કરવામાં આવ્યા હતા પરંતુ તે પણ લોકોના ધસારા ને પહોચી
વળવા પૂરતા ના હતા,આ ઉપરાંત મહિલાઓ માટે કે સીનીયર સિટીઝનો માટે બેંક તરફ થી કોઈ
અલગ વ્યવસ્થા કરવામાં આવી ના હતી. જો કે લોકોની મોટી લાઈનો હોય તેવા સંગોજોમાં કોઈ
અફરાતફરી ના થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક પોલીસ બંદોબસ્ત પણ
ગોઠવી દેવામાં આવ્યો છે.
નોટો બદલવા માટે જ્યારે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને બેંક
તરફ થી તેને પહોચી વળવા માટે પુરતી વ્યસ્વ્થાના અભાવે બેંક સ્ટાફ પણ મુશ્કેલીમાં
મુકાઈ ગયો છે અને ઉતાવળમાં ને ઉતાવળમાં તેઓ પણ ગંભીર પ્રકારની ભુલો કરી રહ્યા છે.
નિલમબાગ એસબીઆઈ બેંકમાં નોટ બદલવા આવેલ બે ભાઈઓને બેન્કના કેશિયરે ભૂલથી હજાર ની
નોટ ના વહેમ માં બે હજાર ની નોટ આપી દીધી હતી, ચાર હજાર ની સામે છ હાજર રૂપિયા આપી
દીધા હતા, જો કે બન્ને ભાઈઓએ બહાર નીકળતા ખ્યાલ આવતા તેઓ પરત આવી અને કેશિયર ને આ
વધારાની રકમ પરત આપી હતી, જો કે પહેલીવાર
બે હજાર ની નોટ ચલણમાં આવતા અને આત્યાર સુધી મોટામાં મોટી હાજર ની નોટ નો જ વયવહાર
કર્યો હોય આવી ભૂલ થઈ હોવાનું બેંક કર્મચારીઓ સ્વીકારી રહ્યા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો