BREAKING

12 અને 13 ના રોજ પણ બેંકો ખુલી રહેશે.

બ્યુરો રિપોર્ટ

ગત મધરાતથી 500 અને 1000 રૂપિયાની નોટો બંધ થતાં તેની અસર આજે દિવસ દરમિયાન જોવા મળી રહી છે. 500 અને 1000 ની નોટો વટાવવા માટે લોકોને રઝળપાટ કરવો પડી રહ્યો છે, ત્યારે લોકોને હાલાકી વેઠવી ન પડે તે માટે સરકારે મહત્વનો નિર્ણય લેતા 12 અને 13 નવેમ્બરે બેન્કો ખુલ્લી રાખવા આદેશ કર્યો છે.

500 અને 1000 રૂપિયાની નોટો માર્કેટમાંથી બંધ થતા લોકોને હાલાકી ન થાય તે માટે સરકારે મહત્વના નિર્ણય લીધા છે. સરકારે શનિવાર અને રવિવારે તમામ બેંકો ચાલુ રાખવા આદેશ કર્યો છે. એટલે 12 અને 13 નવેમ્બરે બેન્કો ખુલ્લી રહેશે. લોકો શનિ અને રવિવારે પણ બેન્કોમાં પૈસા જમા કરાવી શકશે. આ સાથે જ સરકારે 11 નવેમ્બર સુધી તમામ હાઈવે પર ટોલટેક્સમાંથી મુક્તિ આપી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો