BREAKING

જીલ્લા કક્ષા બાળપ્રતિભા સ્પર્ધા માં ભાગ લેતા સોનગઢ આશ્રમ શાળાના બાળકો




સરકારના સંસ્કૃતિક વિભાગ દ્વારા બાળકોમાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવવા માટે જુદી-જુદી સ્પર્ધાઓ યોજવામાં આવે છે, આજે કમિશનર શ્રી યુવા સેવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જીલ્લા રમત અધિકારી કચેરી ભાવનગર દ્વારા અને ગ્રામ્ય સંચાલિત જીલ્લા કક્ષાની બાળપ્રતિભાશોધ સ્પધા આજે ભાવનગર યશવંતરાય નાટ્યગૃહ ખાતે યોજાઈ ગઈ, આજે આ સ્પર્ધામાં સોનગઢ મહાવીર જૈન રાત્નાશ્રમ ના ૧૬ જેટલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ બાળકો ને પ્રોત્સાહન આપવા માટે સંસ્થાના પ્રવીણભાઈ વંકાણી અને ભાવેશભાઈગઢવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા, બાળકોમ છુપાયેલી પ્રતિભાને એક સતેજ મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા આવી જુદીજુદી પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે પરંતુ યોગ્ય આયોજન અને પ્રચારના આભાવે આ પ્રવૃતિઓ સમાજના દરેક વર્ગ સુધી પહોચતી નથી.જ્યારે સરકાર દ્વારા આવી પ્રતિભાઓ શોધવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે ત્યારે અધિકારીઓ દ્વારા તેને બહુ નીરસતા પૂર્વક કરતા હોય તેમ લાગે છે.આજની આ સ્પર્ધામાં યોગ્ય પ્રચારના અભાવે બહુ જુજ સંસ્થઓએ ભાગ લીધો હતો અને પૂરી કરવા ખાતર કરતા હોય તેવું જે તે વિભાગ નું વલણ હતું. 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો