ઘોઘા ગામમાં તૌકતે વાવાઝોડા દરમ્યાન સ્કુલ ખાતે સેલ્ટર હોમ બનાવવામાં આવ્યા હતા જે સેલ્ટર હોમમાં ગાદલાની સુવિધા આપનાર મંડપવાળાના અને રસોઈ બનાવી આપનાર રસોયાના બીલો 5 મહિના કરતા વધારે સમયથી ચુકવવામાં આવ્યા નથી,
તૌકતે વાવાઝોડા દરમ્યાન ઘોઘા મામલતદાર દ્વારા સુવિધા ઉભી કરવા ગાદલા માટે મંડપવાળાને અને સેલ્ટર હોમમાં રહેલ લોકો માટે નાસ્તા માટે રસોયાને કહેવામાં આવ્યું હતું,ત્યાર બાદ રસોયા અને મંડપ વાળાના બિલ મામલતદાર દ્વારા મંગાવવામાં આવ્યા હતા,પરંતુ આ બીલોની ચુકવણી ઘોઘા મામલતદાર કચેરીના બદલે ઘોઘા તાલુકા પંચાયત કચેરી દ્વારા કરવામાં આવશે તેવું મંડપવાળા અને રસોયાને જણાવ્યું હતું,પરંતુ આશરે 1 મહિના કરતા વધારે સમયથી ઘોઘા તાલુકા પંચાયત ખાતે ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી હોવા છતાં ઘોઘા તાલુકા વિકાસ અધિકારી વિજય સોનગરા દ્વારા ઇમરજન્સીમાં સુવિધા આપનાર રસોયા કે મંડપવાળાના બીલોની ચુકવણી કરવામાં ગલ્લા તલ્લા કરાય રહ્યા છે
ઇમરજન્સી વખતે સુવિધા પુરી પાડનાર આવા નાના માણસોના બીલો હજી સુધી ઘોઘા તાલુકા પંચાયતના ટી.ડી.ઓ વિજય સોનગરા દ્વારા પાસ કરીને ચુકવણી કરવામાં આવી નથી,સુવિધા પુરી પાડનારના ત્રણ ભાવ સાથેની ફાઇલ મામલતદાર કચેરી ખાતેથી 30 ઓક્ટોબરના રોજ મોકલી આપવામાં આવ્યા છે છતાં ટી.ડી.ઓ અહીંયા કોઈ બિલ પેન્ડિંગ છે જ નહીં એવું જણાવી રહ્યા છે ,અને જયારે મંડપવાળા અને રસોયા દ્વારા બિલ ક્યારે ચૂકવવા બાબતે પૂછવામાં આવે છે ત્યારે તેઓને બસ ટૂંક સમયમાં ચુકવણી કરવામાં આવશે તેવું 1 મહિનાથી કહેવામાં આવે છે.
એકબાજુ અધિકારીઓ ઇમરજન્સી સેવા સમયે ગાદલા અને જમવાની વ્યવસ્થા કરાવવા માટે ઉતાવળ કરતા હોય છે પરંતુ હવે ગ્રાન્ટ આવી ગઈ હોવા છતાં ઘોઘા તાલુકા વિકાસ અધિકારી વિજય સોનગરા દ્વારા મંડપવાળા અને રસોયાના બીલોની ચુકવણી કરવામાં આવી નથી.ત્યારે આવા નાના માણસોના બીલોની ચુકવણી કરવામાં ટી.ડી.ઓ વિજય સોનગરા દ્વારા શા માટે ગલ્લા તલ્લા કરવામાં આવી રહ્યા છે ?...તાલુકા વિકાસ અધિકારીને આવા ગરીબ અને નાના માણસોના બીલો પાસ કરવામાં રસ નથી કે શું?...ગ્રાન્ટ આવી ગઈ હોવા છતાં પણ શા માટે બિલની રકમ ચૂકવવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે ?
રોડ,રસ્તા,અને ગટર લાઇનના લાખો રૂપિયાના બીલો તો ટી.ડી.ઓ દ્વારા ફટાફટ પાસ કરવામાં આવે છે,તો આવા ગરીબ અને નાના માણસોના બીલો પાસ કરવામાં જ કેમ ટી.ડી.ઓ વિલંબ કરી રહ્યા છે તે પણ એક મોટો સવાલ ઉભો થાય છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો