ભાવનગર બ્યુરો.
ભાવનગર
ની તક્ષશિલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે વહેલી સવારથી શહેરની શાન સમા વિક્ટોરિયા
પાર્કના સાફસફાઈ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ સાફસફાઈ અભિયાન દરમ્યાન
વિક્ટોરિયા પાર્કની દિવાલના અંદરના ભાગે થી ૪૦ કોથળા કચરાની સાથે ૮૦૦ નંગ વિદેશી
દારૂની ખાલી બોટલો પણ મળી આવી હતી ત્યારે સવાલ એ છે જે પાર્કમાં વનવિભાગ આટલું
સતર્ક હોય ત્યાં આ બોટલો આવી ક્યાંથી?
ભાવનગર
શહેર કે જેની મધ્યમાં વિક્ટોરિયા પાર્ક નામનું જંગલ આવેલું છે. આ વિક્ટોરિયા પાર્ક
જેમાં વનવિભાગ ની ઓફીસ પણ આવેલી છે અને અહી શહેરના લોકો વોકિંગ તેમજ ફરવા માટે પણ
આવે છે. ઉતરાયણ પર્વ પૂર્ણ થતા ભાવનગર ની તક્ષશિલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અહી
પાર્કમાં રહેલા પક્ષીઓને મુશ્કેલીના પડે તે માટે આજે વહેલી સાફસફાઈ અભિયાન હાથ
ધરવામાં આવ્યું હતું જેમાં ૨૦૦ જેટલા લોકો દ્વારા આઠ જુદી જુદી ટીમ બનાવી ને
વિક્ટોરિયા પાર્કની અંદરની દીવાલો માં સાફસફાઈ કરવામાં આવી હતી.જેમાં ૪૦ કોથળા ભરી
ને પ્લાસ્ટિક નો કચરો બહાર કાઢ્યો હતો પરંતુ સાથે સાથે ૮૦૦ ખાલી બોટલ વિદેશી
દારૂની પણ મળી આવી હતી.


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો