BREAKING

ભાવનગરમાં હવે શાળાના બાળકો કરી શકશે વિજ્ઞાન ક્ષેત્રે અવનવા સંશોધનો



ભાવનર બ્યુરો


ભાવનગરના વિદ્યાનગર ખાતે આવેલી શ્રી વિશુદ્ધાનંદ વિદ્યામંદિર ને કેન્દ્ર સરકારના નીતિ આયોગ દ્વારા અટલ ટીન્કરીંગ લેબ ની સુવિધા આપવામાં આવી છે.આ અંતર્ગત તારીખ ૧૭ થી ૧૯ જાન્યુઆરી સુધી ત્રિદિવસીય પ્રોજેક્ટ-મોડેલ પ્રદર્શન,લેબ નિદર્શન અને માર્ગદર્શન સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું છે.આ સેમિનારનો આમંત્રિત મહેમાનો ના હસ્તે દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

કેન્દ્ર સરકારના નીતિ આયોગ દ્વારા ભાવનગરના વિદ્યાનગર ખાતે આવેલી શ્રી વિશુદ્ધાનંદ વિદ્યામંદિર ને અટલ ટીન્કરીંગ લેબ ની સુવિધા આપવામાં આવી છે.આ અટલ લેબ.અંતર્ગત તારીખ ૧૭ થી ૧૯ જાન્યુઆરી દરમ્યાન ત્રિદિવસીય પ્રોજેક્ટ-મોડેલ પ્રદર્શન,લેબ નિદર્શન અને માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે.આ સેમીનાર ના ઉદઘાટન પ્રસંગે સેન્ટ્રલ સોલ્ટના વૈજ્ઞાનિક ડો.પરિક્ષીત પાલ-ડો.અંજની દવે-ટી.આર.ગાંધી ટ્રસ્ટના ડો.અનુરાધાબેન મૈયાણી સહિતના મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા અને દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ માં શહેરની ૧૫ જેટલી શાળાના ધોરણ ૮ ના બાળકો એ ભાગ લીધો હતો અને આ બાળવિજ્ઞાનીકો દ્વારા પોતાની પ્રતિભા અનુસાર તૈયાર કરવામાં આવેલા પ્રયોગ-મોડેલ-પ્રોજેક્ટ ને પ્રદર્શન માં મુકવામાં આવ્યા હતા.આ તકે મહેમાનો દ્વારા વિજ્ઞાન અંગેની જાણકારી આપવામાં આવી હતી.જયારે બાળવિજ્ઞાનીકો દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટ ને મહેમાનો એ નિહાળી તેની બુકમાં નોંધ પણ કરી હતી.

આ પ્રદર્શન ત્રણ દિવસ ચાલશે જેમાં વિજ્ઞાનમાં રસ ધરાવતા વાલીઓ અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો