ચાઇનીઝ દોરી તેમજ કાચના માજવાળી
દોરી પર પ્રતિબંધ હોવા છતાં ભાવનગર ની બજારોમાં આવી દોરી વેચાઈ રહી છે અને આવી દોરીના
કારણે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે, હવે
ઉતરાયણ ને આડે થોડા દિવસ જ બાકી રહ્યા છે ત્યારે દોરી થી અકસ્માત ની ઘટનાઓની
સંખ્યા વધી રહી છે.
પતંગ રસિયાઓ પતંગના પેચ લગાવવા માટે
પ્રતિબંધ હોવા છતાં પણ ચાઇનીઝ અને કાચના માજવાળી દોરી થી પતંગ ચગાવી રહ્યા છે,
ત્યારે આવી દોરીનો ભોગ નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. બાઈક પર જઈ રહેલા લોકો સામે
આવી રહેલ આવી દોરીઓ માટે મોત સમાન બની આવી રહી છે.ત્યારે પતંગ ની દોરી થી ગળું
કપાયાની વધુ એક ઘટના ભાવનગરમાં બની છે. શહેરના ભરતનગર વિસ્તારમાં પોતાના ઘેર થી
બાઈક પર નીકળેલ મનોજપરી ગૌસ્વામી નામના યુવકને ગાળા ના ભાગે પતંગ ની દોરી અચાનક
આવી જતા તેનું ગળું કપાયું હતું અને ગંભીર ઈજાઓ થઈ હતી, જો કે સ્થાનિકો દ્વારા
તાકીદે ૧૦૮ ને જાણ કરતા ૧૦૮ સ્થળ પર આવી યુવક ની પ્રાથમિક સારવાર કરી અને તેને
તાકીદે સર.ટી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો અને તેને ગળાના ભાગે સર્જરી કરી
સારવાર આપવામાં આવી હતી. હાલ સર્જરી બાદ ડોકટરો
તેની સ્થિતિ સામાન્ય હોવાનું જણાવી રહ્યા છે .



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો