BREAKING

પાલીતાણા તાલુકાના હસ્તગીરી જાળિયા ગામે ઘેટાના ટપોટપ મોત થી પશુપાલકો ચિંતામાં.



હાલ અમદાવાદ સહિતના ગુજરાતભરમાં બર્ડફ્લુ નો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે પાલીતાણા તાલુકાના હસ્તગીરી જાળિયા ગામે એક માલધારીના ૨૦ જેટલા ઘેટાના ટપોટપ મોત થતા તેમજ હજુ કેટલાય ઘેટા મોત સામે ઝઝૂમી રહ્યા છે ત્યારે ઘેટાના માલિક અણધારીઆફત થી આઘાતમાં સરી પડ્યો છે અને સમગ્ર ગામ માં ભય નો માહોલ ફેલાયો છે.

હાલ જ્યારે સમગ્ર રાજ્યમાં બર્ડફ્લુ  નો ભય ફેલાયો છે ત્યારે આવા સંજોગોમાં પાલીતાણા હસ્તગીરી જાળિયા ગામે બે દિવસ માં ૨૦ જેટલા ઘેટાના કોઈ અગમ્ય કારણસર મોત નીપજતા સ્થાનીકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જાળિયા ગામે રહેતા આણંદભાઈ માલધારીના પાસે ૧૦૦ જેટલા ઘેટા બકરા હોય અને તેના દ્વારા તેનું ગુજરાન ચાલતું હોય એવા સંજોગમાં ગઈકાલે અને આજે એમ બે દિવસ માં અચાનક ઘેટાની તબિયત લથડતા ઘેટાના એકપછી એક એમ ટપોટપ ૨૦ જેટલા ઘેટાના મોત નીપજતા માલધારી પર આફત આવી પડી હતી. ઉપરાંત હજુ પણ કેટલાક ઘેટા બેભાનાવસ્થામાં હોય જેને લઈને માલધારી આણંદભાઈ પણ આઘાતમાં સરી પડ્યા હતા અને તેમની પણ તબિયત લથડી હતી તેમને પર સારવાર માટે ખસેડવા પડ્યા હતા.. જો કે ગામમાં મોટાભાગના લોકો પશુપાલન પર જીવન ગુજારતા હોય અને તેવા સંજોગોમાં રીતે પાલતું પશુના ટપોટપ મોત થઈ રહ્યા હોય ગામલોકોમાં પણ ભય નો માહોલ છવાયો છે.

જો કે ઘટના ની જાણ થતા પાલીતાણા પશુઆરોગ્યની ટીમ જાળિયા ગામે આવી પહોચી હતી અને બીમાર ઘેટાની સારવાર હાથ ધરી હતી તેમજ મૃતક ઘેટાને પીએમ માટે મોકલવામાં આવ્યા હતા જેના થકી ઘેટાના મોત અંગેની સચોટ માહિતી મળી શકે, જો કે પશુ ડોક્ટર દ્વારા પ્રાથમિક તપાસ માં એવું જણાવવામાં આવ્યું હતું કે ઘેટાને સરકાર તરફથી કૃમિની દવા આપવામાં આવે છે જે દવાનો ડોજ ચાર દિવસ પહેલા આપવામાં આવ્યો હતો જેની આડઅસર થઈ હોય જેના કારણે ઘેટા ના મોત થયા હોય શકે છે.

જો કે ઘેટાના મોત અંગે હજુ કોઈ ચોક્કસ કારણ મળ્યું નથી પરંતુ પશુપાલકોને સરકાર ના પશુ આરોગ્ય વિભાગ તરફથી વિવિધ દવાઓના ડોઝ આપવામાં આવતા હોય છે ત્યારે આવા સંજોગમાં ડોઝની આડઅસર ના કારણે જો ઘેટાના મોત થયા હોય તો સરકાર તરફથી આપવામાં આવતી દવા અંગે પણ શંકાકુશંકા ઉપજી શકે છે, રીતે જો ગરી પશુપાલકોનો સહારો એવા પશુઓ સરકારના જે તે વિભાગની બેદરકારીના કારણે છીનવાઈ જાય તો આવી મહામારીમાં પશુપાલકો કેમ જીવન જીવશે તેવો નિસાસો પશુપાલકો નાખી રહ્યા છે.  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો