બોટાદના ઢાંકણીયા રોડ પર ગઈકાલ સાંજના
સમયે પૈસાની લેતીદેતી મામલે એક યુવકનું અપહરણ કરી ઢોર માર મારી ફેકી દઈ અપહરણકારો
ફરાર થઈ ગયા હતા જો કે તેનો પીછો કરતા
કરતા પરિવારજનો સ્થળ પર પહોચતા યુવકને ઘાયલ હાલતમાં મળી આવતા તેને તાકીદે ભાવનગર
ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખેસડવામાં આવ્યો છે.
ગઈકાલ સાંજના ૯ વાગ્યા આસપાસ બોટાદના
ઢાંકણીયા રોડ પર અમદાવાદથી બોટાદ આવેલ નરેશભાઈ જસમતભાઈ પરમાર નામના યુવકને ત્રણ
ઇસમો એ મોઢા પર રૂમાલ વીટી અને અપહરણ કરી ને અવાવરું જગ્યા પર લઈ જઈ હાથ પગ બાંધી
અને ઢોર માર મારી ગંભીર ઈજાઓ પહોચાડી યુવકને ત્યાને ત્યાં જ મુકીને ફરાર થઈ ગયા
હતા, જો કે પરિવારજનો તેને શોધતા શોધતા ઘટના સ્થળે પહોચતા યુવક ગંભીર રીતે
ઈજાગ્રસ્ત હાલતમાં અને હાથ પગ બાંધેલ હાલતમાં મળી આવ્યો હતો, જેને તાકીદે ભાવનગર
ની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જો કે આ અંગે બોટાદ પોલીસ
દ્વારા યુવકનું નિવેદન લઇ અને અપહરણ કરનાર ત્રણ ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ
ધરી છે.
યુવકના જણાવ્યા પ્રમાણે યુવકે અપહરણ
કરનાર ઇસમો પાસેથી ૬૫ હજાર લીધા હતા અને તે રકમ દોઢ વર્ષ પહેલા ચૂકવી દીધી હોવા
છતાં તેઓ વારંવાર ઉઘરાણી કરતા હતા અને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું, તેમજ તેને
ગોળી મારી જાનથી મારી દેવાની ધમકી આપ્યાનો આક્ષેપ પણ અપહૃત યુવકે કર્યો છે.
અહેવાલ-વિપુલ બારડ-ભાવનગર

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો