સાયન્સ, ટેકનોલોજી એન્ડ ઇનોવેશન (એસટીઆઇ) કનેકટ ફોરમ ફોર આરએનડી પ્રપોઝલ ઓન સ્ટેટ પ્રાયોરીટી એરિયા્સ વિથ ફ્રન્ટીયર્સ એરિયાસ ઓફ એસએનટી કાર્યક્રમનું આયોજન થયું
વિજ્ઞાનના ક્ષેત્રમાં સંકળાયેલા અધ્યાપકો, સંશોધન તેમજ આ જ ક્ષેત્રમાં પોતાનું સ્ટાર્ટ-અપ શરૂ કરવા ઇચ્છતા સંશોધકો માટે રુસા અને ગુજકોસ્ટ દ્વારા સંયુક્ત રીતે યોજાયેલા ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ ‘સાયન્સ, ટેકનોલોજી એન્ડ ઇનોવેશન (એસટીઆઇ) કનેકટ ફોરમ ફોર આરએનડી પ્રપોઝલ ઓન સ્ટેટ પ્રાયોરીટી એરિયા્સ વિથ ફ્રન્ટીયર્સ એરિયાસ ઓફ એસએનટી’ નું ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓ તેમજ કોલેજોમાં કાર્યરત હોય તેવા અધ્યાપકો, સંશોધનો, સાયન્સ ઇનોવેટર્સ તેમજ સાયન્સના ફિલ્ડ સાથે સંકળાયેલા લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.ભારત જેવા વિકાશશીલ દેશમાં વિજ્ઞાનના સંશોધનોથી માનવ જીવનને કેટલું બહેતર બનાવી શકાય, તેવા લોકઉપયોગી સંશોધનોની જરૂરિયાત અને ગુજરાત સરકારની ગુજકોસ્ટ અને જીએસબીટીએમ જેવી સંસ્થાઓની વિવિધ પોલિસીઓ અને સરકારની વિવિધ યોજનાઓની મદદથી સંશોધન કરીને માનવજીવનને ઉપયોગી બનાવી શકાય તેવા ક્ષેત્રોમાં સંશોધન કરવા જેવા મુદ્દાઓ પર આ કાર્યક્રમમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
રૂસા તેમજ ગુજકોસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં સતત સંશોધન-પ્રવૃત્તિને વેગ મળે તેવા ઉદ્દેશ્યથી યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત યુનિવર્સિટીના પ્રો. વાઇસ ચાન્સેલરશ્રી ડો. જગદીશભાઇ ભાવસાર, રજીસ્ટારશ્રી ડો. પિયુષ પટેલ, ગુજકોસ્ટના ડો. નરોત્તમ સાહુ, એકેડેમિક સ્ટાફ કોલેજના પ્રોફેસર ડો. પ્રિતી મૈયાણી ભટ્ટ અને આઇક્યુએસીના ડો. પી.એન. ગજજર ની આર્શિવચનથી કાર્યક્રમની અગત્યતા વિશેની પૂર્વભૂમિકા બાંધવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજકોસ્ટના વૈજ્ઞાનિક અને વિજ્ઞાનને લોકપ્રિય બનાવવાની પ્રવૃતિ કરતાં ડો. નરોત્તમ સાહુએ વિજ્ઞાન સાથે સંકળાયેલા લોકોને સંશોધનના ક્ષેત્રમાં આગળ વધવા માટે કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકાર અને ગુજકોસ્ટ દ્વારા આપવામાં આવતી ખાસ સવલતો અને યુવા અધ્યાપકો તેમજ સંશોધકોને આર્થિક મદદ થઇ શકે તેવી વિવિધ પોલિસીઓે વિશે જણાવ્યું હતું. તેમજ તેમના ટીમ-મેમ્બર્સમાં ડો. સંજીવ આચાર્ય દ્વારા સાયન્સ, ટેકનોલોજી એન્ડ ઇનોવેશન પોલિસીના પ્રેઝન્ટેશને બાદ વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રોમાં નવા સંશોધનોની તકો વિશેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સમાજને અસરકર્તા હોય, તેવી સીધી સમસ્યાઓનો ઉલ્લેખ કરતાં ડો. ગિરીશ ગોસ્વામીએ આઇપી પોલિસી અને ઇનોવેશન ફંડ વિશે અધ્યાપકોને માહિતગાર કર્યા હતા.
ગુજકોસ્ટ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં ડો. સુનિલ શાસ્ત્રીએ વિજ્ઞાન ક્ષેત્ર સાથે સંકળાયેલા મુદ્દાઓ માટેની પ્રપોઝલ એટલે કે, દરખાસ્તના વ્યવહારુ, વાસ્તવિક, આર્થિક રીતે સધ્ધર અને ખર્ચની રીતે અસરકારક હોવાની વાત જણાવી હતી. ઉપરાંત, તેમણે ટેકનોલોજીનો માત્ર સોશિયલ જ નહિ, પરંતુ કમર્શિયલ ઇમ્પેક્ટ હોવાનું પણ ભારપૂર્વક જણાવ્યું હતું. સાથે ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશનના જોઇન્ટ ડાયરેક્ટર ડો. આનંદ ભાદલકરે વિજ્ઞાન ક્ષેત્રમાં સંશોધન કરતા માંગતા આ અધ્યાપકો તેમજ સંશોધકોને ગુજરાત બાયોટેકનોલોજી પોલિસીથી માત્ર અધ્યાપકો કે સંશોધકો જ નહિ, પરંતુ વિજ્ઞાન ક્ષેત્રમાં થનારા સ્ટાર્ટ-અપને મળનારી આર્થિક સહાય અને સરકાર દ્નારા સ્ટાર્ટ-અપને મળનારા પ્રોત્સાહન વિશે માહિતી આપી હતી.
જો તમે વિજ્ઞાન અને સંશોધનમાં રોકાણ કરશો, તો તમે ભવિષ્યમાં રોકાણ કરશો, એ વાતને સમર્થન આપતા આ કાર્યક્રમથી ગુજરાત યુનિવર્સિટી સાથે વિવિધ યુનિવર્સિટી તેમજ કોલેજોના અધ્યાપકો, સંશોધકો અને વિજ્ઞાનના ક્ષેત્રમાં પોતાનું સ્ટાર્ટ-અપ શરૂ કરવા માંગતા લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપીને વિજ્ઞાન ક્ષેત્રના સંશોધનનો દરખાસ્ત બનાવવા ઉપરાંત, વિજ્ઞાન ક્ષેત્રની ઘણી સરકારી પોલિસીઓ વિશેની વિસ્તૃત માહિતી મેળવી હતી. અધ્યાપકો માટે આયોજીત થયેલા આ કાર્યક્રમને ગુજરાત યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડો. હિમાંશુ પંડયા, એચઆરડીસીના ડાયરેક્ટર પ્રો. ડો. જગદીશ જોષી અને એચઆરડીસીના પ્રોફેસર સી. જી. બ્રહ્મભટ્ટે કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ ગુજરાત યુનિવર્સિટીની ઓર્ગેનાઇઝીંગ કમિટીના મેમ્બર્સ દ્વારા પણ વિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધનોનું પ્રમાણ વધે તેવા પ્રયત્નોરૂપે થયેલા આ કાર્યક્રમને સફળ બનાવવા અભિનંદન આપ્યા હતા.



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો