BREAKING

ભાવનગર જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર માંગણીઓ મુદ્દે પ્રતીકાત્મક ધરણા.

ભાવનગર જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારીઓ દ્વારા આજે પોતાની વિવિધ માંગણીઓ ને અગાઉ વિવિધ વિરોધત્મક કાર્યક્રમ આપ્યા બાદ સરકાર દ્વારા તેમની માંગણીઓ અંગે નિરાકરણ લાવવાનું નિર્ણય બાદ પણ આજ દિન સુધી કોઈ માંગણીઓ સ્વીકારવામાં નહિ આવતા આખરે ફરી આંદોલન નો માર્ગ અપનાવવામાં આવ્યો છે. આજે ભાવનગર જિલ્લા પંચાયત કમ્પાઉન્ડમાં મોટી સંખ્યામાં એકઠા થઇ અને પ્રતીકાત્મક ધરણા કર્યા હતા, તેઓ એ ચીમકી આપી છે કે તેમની વિવિધ પડતર માંગણીઓ જો આગામી સમયમાં સરકાર દ્વારા સ્વીકારવા નહિ આવે તો કરેંગે યા મરેગે ની ઘોષણા સાથે ત્યાં સુધી અવિરત કાર્યક્રમો આપવામાં આવશે.

અહેવાલ-વિપુલ બારડ.ભાવનગર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો