BREAKING

ડુંગળી ખાવી કે સફરજન.....?


ભાવનગર શહેરમાં ડુંગળી કરતા સફરજન સસ્તા છે. ગૃહિણીનું બજેટ કુદરતના વધુ પડતા વરસાદે બગડ્યું છે. ચોમાસાના અંતમાં પડેલા વરસાદના લીધે ડુંગળીનું બિયારણ બગડતા આજે ડુંગળીના બદલે સફરજનનું શાક બનાવવું ગૃહિણી માટે સસ્તું પડે તેમ છે, કારણ કે ડુંગળીના ભાવ દઝાડે તેટલા ઊંચા પહોંચ્યા છે.
આ વર્ષે દિવાળી સુધી વાવાઝોડાને પગલે આવેલા વરસાદે ખેડૂતના ડુંગળીના બિયારણ બાળી દેતા ડુંગળીનું વાવેતર જિલ્લામાં 50 ટકા થયું છે, પણ ડુંગળીનો પાક નબળો રહેતા ડુંગળી બજારમાં સફરજન કરતા મોંઘી બની ગઈ છે. ડુંગળીના વેપારીઓ પણ માને છે કે, કુદરતના ચાબખે ખેડૂત લાચાર બની ગયો અને આજે ગરીબોની કસ્તુરીએ આજે બધા લોકોને ગરીબ બનાવી દીધા છે. એટલે કે તેની કિંમત વધી જવા પામી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો