કોગ્રેસના અને વિદ્યાર્થીઓ ના ૨૪ કલાકના અલ્ટીમેટમ બાદએસ.એન.ડી.ટી વીમેન્સ યુનિવર્સિટીની વર્ષ ૨૦૧૨ પછીની ડીગ્રીને રાજય સરકારે માન્ય ગણવા ઠરાવ કરતા વિદ્યાર્થીનો માં આનંદ છવાયો હતો.
![]() |
રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૨ માં ઠરાવ કરી મુંબઈ સ્થિત એસ. એન.ડી.ટી.યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોમાં ચાલતા કોર્સને અમાન્ય ગણવામાં આવતા હતા,આ યુનિવર્સિટી સંલગ્ન અને ગુજરાત રાજ્યમાં આવેલ કોલેજોને જે-તે જિલ્લામાં લાગુ પડતી યુનિવર્સિટીઓમાં સામેલ કરવાના ઠરાવ બાદ પણ રાજયમાં આવેલી કેટલીક કોલેજો તેમાં સામેલ થઈ નહોતી. તેના કારણે વર્ષ ૨૦૧૨ પછી આવી કોલેજોની ડીગ્રીને રાજ્ય સરકાર દ્વારા માન્યતા આપવામાં આવતી ન હતી. તાજેતરમાંજ સરકારની ભરતી પ્રક્રિયામાં આ હકીકત ખુલવા પામતા હજારો વિદ્યાર્થીનીઓ નું ભાવિ અંધકારમય દેખાતું હતું, જેને લઈને ભાવનગર શહેરમાં આવેલી ગાંધી મહિલા કોલેજની હજારો વિધાર્થીનીઓ ગઈકાલે રોડ પર ચક્કાજામ કરી સરકારની નીતીનો વિરોધ કર્યો હતો, તેમાં ભાવનગર કોંગ્રેસનાં આગેવાનો પણ જોડાયા હતા અને સરકારને 24 કલાકનું અલતીમેટમ આપવામાં આવ્યું હતું. આગેવાનોએ આજરોજ રાજ્ય શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેને રજુઆત કરીને ૨૪ કલાકમાં વિધાર્થીનીઓને ન્યાય અપાવવા માંગણી કરી હતી. અને જો તેમ નહિ કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી.જે બાદ સરકાર દ્વારા આજે ઠરાવ કરી અને રાજ્યમાં જ્યા પણ આ યુનિવર્સિટીમાં સાથે જોડાયેલી કોલેજો ચબે તેમની ડીગ્રી માન્ય રાખવામાં આવી છે, જેને લઈને ભાવનગર ની મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓમાં ખૂબ જ આનંદ જોવા મળ્યો હતો અને ખુશીના ભાગ રૂપે એકબીજાના મો મીઠા કરાવ્યા હતા અને ફટાકડા ફોડ્યા હતા.
અહેવાલ-વિપુલ બારડ

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો