રેલ્વે કર્મચારીઓ ની વિવિધ પડતર માંગણીઓ ને લઈને સમગ્ર દેશમાં રેલ્વે મજદૂર સંઘ દ્વારા વિરોધ સપ્તાહ કરવામાં આવી રહ્યો છે જેના ભાગ રૂપે કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે ત્યારે આજે ભાવનગર રેલ્વે મજદૂર સંઘ દ્વારા એક વિશાલ રેલી યોજી અને રેલ્વે ડીવીજનલ ઓફીસ જઈ સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ દ્વારા કર્મચારીઓની વિવિધ માંગણીઓ સદર્ભે હડતાલ પર જવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ સરકાર દ્વારા હકારાત્મક વલણ અપનાવતા તે મુલત્વી રાખવામાં આવ્યું હતું આ તમામ મુદા માટે કેબીનેટ સેક્રેટરી લેવલની કમિટી નીમવામાં આવેલપરંતુ તે અંગે કમિટી દ્વારા કોઈ પણ પ્રકારના રીપોર્ટ આપવામાં આવેલ નથી અને સરકાર દ્વારા કર્મચારીઓના મીનીમમ વેતન માં વધારો, ઘરભાડા દરમાં વધારો, પેન્શન નીતિ જેવા તમામ પ્રશ્નો અંગે કોઈ પણ પ્રકાર નો નિર્ણય લેવામાં આવ્યો નથી જેથી વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ અને એન.એફ.આઈ.આર દ્વારા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે સંઘ ના મુખ્ય કાર્યાલય પર મોટી સંખ્યામાં રેલ્વે કર્મચારીઓ એકઠા થઈ અને એક વિશાલ રેલી યોજવામાં આવી હતી, આ રેલી સંઘ કાર્યાલય આથી ડીઆરએમ કાર્યલય જઈ ત્યાં સભામાં પરિવર્તિત થઈ અને ત્યાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત ભાવનગર ડીવીજન ના આંય રેલ્વે સ્ટેશનો પર પણ આ રીતે કાર્યક્રમો આપવામાં આવ્યા હતા.


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો