ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ૧૧.૬૧ કરોડના ખર્ચે લોકસુવિધાના વિવિધ કામોનું ખાતમુહુર્ત જીલ્લાના પ્રભારીમંત્રી જસાભાઈ બારડ ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.શહેરના બાલયોગીનગર અને બોરડીગેટ વિસ્તારમાં થયેલા ખાતમુહુર્ત માં બોરડીગેટ ખાતે કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.જેમાં પોલીસે વિરોધ કરી રહેલા ૧૦ જેટલા કોંગ્રેસ ના કાર્યકરો ની અટકાયત કરી હતી.
આજે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ૧૧.૬૧ કરોડના ખર્ચે લોકસુવિધાના વિવિધ કામોનું ખાતમુહુર્ત જીલ્લાના પ્રભારીમંત્રી જસાભાઈ બારડ ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.ભાવનગર પૂર્વ ના ધારાસભ્ય વિભાવરીબેન દવે ના મત વિસ્તાર માં યોજાયેલા આ ખાતમુહુર્ત કાર્યક્રમ ડે.મેયર-સ્ટેન્ડિંગ ચેરમેન-શહેર ભાજપ પ્રમુખ-કમિશ્નર સહીત ના લોકો ખાસ હાજર રહ્યા હતા. શહેરના બાલયોગીનગર અને બોરડીગેટ વિસ્તારમાં થયેલા ૧૧.૬૧ કરોડ ના વિકાસ ના કામો કે જેમાં બાલયોગીનગર પાસે રુવા ટી.પી.સ્કીમ નં.૩ ના પ્લોટ ૯૬ માં ૨૦ લાખ ક્ષમતા ની ઈ.એસ.આર નું કામ,દીપક ચોક થી બોરડીગેટ સુધી ના રસ્તા નું વાઈડનીંગ સાથે બીટુમેન પેવર રોડ નું કામ,તેમજ આ બંને વિસ્તારના વિવિધ રોડ ના બીટુમેન પેવર રોડ નું કામ ના ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.તેમજ પ્રભારીમંત્રી દ્વારા કેન્દ્ર અને રાજ્યસરકાર ની વિવિધ યોજના અંગે જણાવ્યું હતું અને તેના ફાયદા પણ જણાવ્યા હતા.
બોરડીગેટ ખાતે યોજાયેલા ખાતમુહુર્ત કાર્યક્રમ પ્રભારીમંત્રીની ઉપસ્થિતિ માં યોજાનાર હોય તેમજ કાર્યક્રમ ના પ્રારંભે કોંગ્રેસ ના કાર્યકરો ત્યાં પહેલેથી હાજર હોય અને તેને આ વિસ્તાર અંગે ના પડતર પ્રશ્નો અને મુશ્કેલી ની રજૂઆત કરવા દેવામાં આવી હતી.જેની રજૂઆત સાંભળ્યા બાદ કોંગ્રેસ ના કાર્યકરો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જેથી વિરોધ પ્રદર્શન કરી રહેલા ૧૦ થી વધુ કોંગ્રેસી કાર્યકરો ની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી હતી.
જો કે આ તકે સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન સુરેશ ધાંધલિયા દ્વારા તેમના ભાષણ માં કોંગ્રેસ ના વિરોધ ને ઉલ્લેખી ને જણાવ્યું હતું કે ભાજપ નો વિકાસ એ ઋષિ મુની ના હવન સમાન છે જેમાં કોંગ્રેસ ના કાર્યકરો દ્વારા હાડકા નાખવાનું કામ કરવામાં આવી રહ્યું છે .


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો