ભાવનગર જિલ્લાના સિહોરના ઘાંઘળી નજીક એક ફેકટરીમાં બોઈલરમાં બ્લાસ્ટ થતા થયેલી દુર્ઘટનામાં ઓછામાં ઓછા 12થી વધુ લોકો ફસાયા હોવાના પ્રાથમિક અહેવાલ સાંપડેલ છે.
આ અંગે મળતી વિગતો મુજબ સિહોરના ઘાંઘળી ખાતે જી.આઈ.ડી.સી.નંબર.4માં આવેલી અરિહંત ફર્નેસ રોલીંગ મીલમાં આજે રાત્રીના સમયે એકાએક મોટા ધડાકા સાથે બ્લાસ્ટ થતા ભારે દોડધામ મચી ગઈ હતી
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઓછામાં ઓછા 12થી વધુ લોકો ફેકટરીમાં ફસાયા છે જેમને બચાવી લેવા પ્રયત્નો શરૂ થયા છે. આ ફેકટરીમાં ધડાકાભેર બ્લાસ્ટ થતા 12 જેટલા કામદાર ઘવાયા હોવાનું અને તેઓને પ્રાથમિક સારવાર આપીને પાંચ કામદારોને વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં લઈ જવાની તજવીજ હાથ ધરી હોવાનું પણ જાણવા મળ્યું છે.
ભાવનગર, વલભીપુર, સિહોર અને નારીની 108ની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે ધસી ગઈ હતી. ફેકટરી ઝકરીયાભાઈ અને અન્ય એક રજપુત શખ્સની હોવાનું જાણવા મળેલ છે. ઠેકેદાર સુનિલભાઈ છે જ્યારે મેનેજર ભરતભાઈ છે. બનાવની જાણ થતાં જ સિહોર પી.આઈ., ઘાંઘળી જી.પં. સભ્ય ભોળાભાઈ ચુડાસમા સહિતના આગેવાનો સ્થળ પર દોડી ગયા હતા.




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો