બેફામ રીતે કસાઈઓ દ્વારા અબોલ પશુઓને કતલખાને ધકેલાઈ રહ્યા છે ત્યારે એક ટ્રક માં ઠાંસીઠાંસી ભરેલ બળદ ને કતલખાને લઈ જવાઈ રહ્યા હતા ત્યારે ભાવનગર જીવદયાપ્રેમી દ્વારા જીવના જોખમે બચાવી લેવાયા હતા, જો કે ટ્રક ચાલક અને તેની સાથે રહેલ ઇસમે જીવદયાપ્રેમી પર ટ્રક ચડાવવા નો પ્રયાસ કર્યો હતો બાદ માં બન્ને ફરાર થઈ ગયા હતા.
એક બાજુ ગાયના નામે રાજનીતિ થઈ રહી છે તો બીજીબાજુ જીવદયાપ્રેમી ઓ પોતાના જીવના જોખમે આવા અબોલ પશુઓને બચાવતા રહ્યા છે અને કસાઈઓ દિનપ્રતિદિન બેફામ બની રહ્યા છે, ત્યારે આજે ભાવનગર જીવદયાપ્રેમીઓની ટીમે ૧૮ કરતા વધુ બળદ ને કતલખાને જતા બચાવી લેવાયા હતા, જીવદયાપ્રેમીઓનેબાતમી મળેલ કે મહુવા થી એક ટ્રક ક્રુરતા થી બળદ ભરીને ગોધરા કતલખાને લઈ જઈ રહ્યા છે આ બાતમીને આધારે જીવદયાપ્રેમીઓ નારી ચોકડી નજીક વહેલી સવારે વોચમાં હતા ત્યારે મળેલ બાતમી પ્રમાણે ગાંધીનગર પર્સીન્ગનો એક ટ્રક જઈ રહ્યો હતો તેના અટકવા જતા ટ્રક ચાલકે તેના જીવદયાપ્રેમીઓ પર ચડાવી દેવાનો પ્રયાસ કરી અને ટ્રક પુરઝડપે ચલાવી નાસી છુટ્યા હતા જો કે જીવદયાપ્રેમીઓએ પોતાના જીવના જોખમે તેમનો પીછો કરતા ટ્રક ચાલક અને સાથે રહેલ એક ઇસમ બન્ને ટ્રકને દુર છોડી ને ભાગી છુટ્યા હતા, જીવદયાપ્રેમીએ આ ટ્રક નો કબજો મેળવી પોલીસે સોપી દઈ નાસી જનાર બન્ને સખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને અબોલ પશુઓને પાંજરાપોળમાં મુકવાની વ્યવસ્થા કરી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો