BREAKING

સીસીટીવી લગાવવા બાબતે જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું



ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ રાષ્ટ્રના હિતમાં જાહેરનામું જારી કરી ફરમાવેલ છે કે, ભાવનગર શહેર જિલ્લાના આવેલા પાકા બંધકામવાળા રેસ્ટોરન્ટો, ભોજનાલયો, ટ્રાવેલ એજન્સીની બસો શાળા, કોલેજો, શૈક્ષણિક સંકુલોની બસો, જુદી જુદી તમામ બેન્કો, બેન્કના એ.ટી.એમ. મશીન સેન્ટરો, સોના-ચાંદીની દુકાનો, પેટ્રોલ પંપ તથા પાંચ કે તેથી દુકાન હોય તેવા કોર્મિશયલ કોમ્પ્લેક્ષોમાં ઈન્ટરનેટ કનેકટીવીટી તથા આઈ પી નાઈટ વિઝન સાથેના સી.સી.ટી.વી. કેમેરા લગાવવાના રહેશે. આ જાહેરનામું સમગ્ર ભાવનગર જિલ્લાના તમામ વિસ્તારોને તા.૧-૨ થી તા.૧-૪ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો અમલ તથા તેના ભંગ બદલના પગલા લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીને અધિકાર રહેશે.



Posted via Blogaway


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો