BREAKING

ભાવનગર ના નિર્મળ નગર વિસ્તારમાં મનપા દ્વારા હીરાની ઓફિસોમાં જઈને હજાર હજાર માસ્ક ના દંડ ફટકારતા વેપારીઓમાં રોષ

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજે ભાવનગર શહેર નિર્મળનગર વિસ્તારમાં આવેલ માધવ રત્ન હીરા બજારમાં ઓફિસમાં જઈ અને માસ અંગેના હજારના દંડ ફટકારતા હીરાના વેપારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને હીરાના વેપારીઓ દ્વારા હીરા બજાર બંધ કરાવી અને મોટી સંખ્યામાં લોકો કમિશનરને મળવા માટે દોડી ગયા હતા તેમજ માસ્ક અંગેના દંડ જો પરત કરવામાં નહીં આવે તો હીરા બજાર સંપૂર્ણ બંધ રાખવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.




ભાવનગર મહાનગર પાલિકાની ટીમ દ્વારા આજે ભાવનગર શહેરના નિર્મળનગર વિસ્તારમાં આવેલ હીરા બજારમાં ઓફિસમાં કામ કરી રહેલા હીરાના કારીગરો તેમજ હીરાના વેપારીઓને હજાર-હજાર નો માસ્ક અંગેનો દંડ આપવામાં આવતા વેપારીઓમાં ખૂબ જ રોષ ફાટી નીકળ્યો હતો, હીરાના વેપારીઓએ રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હીરાનું કામ છે તે માસ્ક પહેરીને કરવું શક્ય નથી. તેમજ એક ઓફિસમાં બે જ વ્યક્તિઓ કામ કરી રહ્યા હોય તેવા લોકોને પણ મહાનગર પાલિકાની ટીમ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે. હીરાનો વ્યવસાય તંત્ર જાણે બંધ કરવા ધારી રહી હોય તે રીતે આડેધડ દંડ કરવામાં આવી રહ્યા છે. જેને લઇને આજે હીરાના વેપારીઓ મોટી સંખ્યામાં રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત કરવા દોડી ગયા હતા. તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જો તંત્ર દ્વારા તેમની પાસેથી લીધેલી દંડની રકમ પરત નહીં આપવામાં આવે તો તેઓ હીરા બજાર સંપૂર્ણ બંધ રાખશે.







ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો