BREAKING

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જીએસએફસીના આત્મનિર્ભર ભારત અંતર્ગત ઉત્પાદિત કેલ્શિયમ નાઇટ્રેટ્ અને બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ્ના વેચાણનો શુભ આરંભ કરાવ્યો

 જીએસએફસી દ્વારા આત્મવનિર્ભર ભારત  અભિયાન  અંતર્ગત  ૧૦૦ ટ્કા આયાત કરાતા આ બંને રસાયણોનું દેશમાં પ્રથમ વખત ઉત્પાદન કરાયુ.


શ્રી માંડવિયા એ કેન્દ્ર સરકારની અન્ય કંપનીઓએ આયાત કરાતા ઉત્પાદનોની ઓળખ કરી દેશમાં જ નિર્માણ કરવા નિર્દેશ આપ્યો 

દેશના ખેડૂતોને મળશે હવે આયાતી માલ કરતા વધુ ગુણવત્તાસભર અને સસ્તું ખાતર 

કેન્દ્રીય શિપિંગ  (સ્વતંત્ર  હવાલો) અને રસાયણ તથા ખાતર રાજ્ય મંત્રી  શ્રી મનસુખ માંડવિયાએ  આજે નવી દિલ્હી
ખાતેથી જીએસએફસી દ્વારા ઉત્પાદિત સ્વદેશી કેલ્શિયમ  નાઇટ્રેટ્ અને બોરોનેટેડ કેલ્શિયમ  નાઇટ્રેટ્ના વેચાણનો શુભારંભ કરાવ્યો
હતો. 
આ બંને ઉત્પાદનો ભારતમા સો ટકા આયાત કરવામાં આવતા હતા, જેનું જીએસએફસી દ્વારા સૌ પ્રથમ વખત દેશમાં ઉત્પાદન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીએ તેના વેચાણ ની શરૂઆત હિમાચલ પ્રદેશના સોલન અને ગુજરાત ના ભાવનગર ખાતે કરવામાં આવી હતી.
શ્રી માંડવિયા પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારત અંતર્ગત જી.એસ.એફ.સી એ સામે ચાલીને આ ઉત્પાદનો ની ઓળખ કરી અને તેનું નિર્માણ કરી બતાવ્યું એ ખરેખર પ્રશસનીય છે. તેમણે જણાવ્યું કે તેઓ કેન્દ્ર સરકાર હેઠળના જાહેર સાહસોને પણ સંબન્ધિત 
ઉત્પાદનોની ઓળખ કરવા અને તેમનું દેશમાં જ નિર્માણ સંભવ બનાવવા માટેની કાર્યયોજના પર કામ કરવા નિર્દેશ આપશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્વ મોદીના આત્મનિર્ભર ભારતની વિભાવના વિશે જણાવતા તેમણે કહ્યું  કે 'ભારત વસુધૈવ કુટુંબકમ ' ની ભાવનાને વરેલો દેશ છે. આત્મનિર્ભર ભારતનો અર્થ દુનિયા સાથે છેડો ફાડી દેવો એવો નથી થતો, પરંતુ દેશમાં રહેલી તાકાત ને ઓળખીને, તેને દિશા આપીને ,આત્મનિર્ભરતા તરફ આગળ વધવુ, એવો થાય છે. તેમને કહ્યું કે  જી.એસ.એફ.સી દ્વારા નિર્મિત આ બંને ઉત્પાદનોની સો ટકા આયાત થતી હોવાથી કંપનીને તેના વેચાણમાં સફળતા મળશે તેમાં કોઈ બેમત નથી. વળી 
તેનાથી દેશના ખેડૂતોને આયાતી માલ કરતા વધુ ગુણવત્તાસભર અને સસ્તું ખાતર મળશે,તેમણે કહ્યું કે '' જી.એસ.એફ.સીએ સાબિત કરી બતાવ્યું છે કે નિયત હોય તો કોઈ કામ અઘરું નથી આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવાની પહેલમાં નિષ્ઠાથી જોડાવા બદલ હું જી.એસ.એફ.સીના તમામ અધિકારીઓ ને અભિનંદન પાઠવું છું ''

જી.એસ.એફ.સીના સીએમડી શ્રી અરવિંદ અગ્રવાલે જણાવ્યું કે આત્મનિર્ભર ભારતને અમલ કરવાના અભિયનનું નામ જી.એસ.એફ.સીએ 'ન્યુ પ્રોડકટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ' રાખ્યું છે.કંપનીએ ખાતર તેમેજ ઔધોગિક પ્રોડક્ટના ક્ષેત્રમાં 39 રસાયણોની ઓળખ કરી છે.જેની આપણા દેશમાં 60 થી 100 ટકા આયાત થાય છે.આમાંથી 21 એવી પ્રોડક્ટ છે જે જી.એસ.એફ.સીની હાલની પ્રોડક્ટ લાઈન સાથે બંધબેસે છે.તેનું ઉત્પાદન કરવાનું નક્કી કરાયું છે.જેમાં આઠ ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ્સ,11 ફાર્મા અને બાયોટેક એન્ટરમીડિએટ,એક પાણીમાં દ્રાવ્ય ખાતર તથા મિથેનોલનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમમાં જી.એસ.એફ.સીના ઉચ્ચ અધિકારીઓ ,સોલન અને ભાવનગરના ખેડૂતો અને વિક્રેતાઓ તથા અન્ય જાહેર સાહસોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા .




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો